Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર, 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું

January 06, 2026

છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી. આજે ચાંદીના ભાવ ફરી અઢી લાખ રૂપિયાને પાર જતાં રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.  આજે MCX પર ચાંદીની કિંમત ફરી અઢી લાખ રૂપિયાને ઓપયર જતી રહી છે. આજે સવારે 10 વાગ્યે 1 કિલો ચાંદીની કિંમત 2,50,112 રૂપિયા હતી. ચાંદીની કિંમતમાં આશરે 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. 

સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. જોકે તે ચાંદી જેટલી નથી. આજે સોનાની કિંમતમાં 380 રૂપિયાનો વધારો નોંધાયો. સવારના સમયે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા થયો હતો.  વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં નિષ્ણાતોને આશંકા હતી કે સોનું અને ચાંદી બંનેમાં તેજી આવશે.

નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે સોનું અને ચાંદી પર વધારે ભરોસો કરશે.  બીજી તરફ ચીને ચાંદીની નિકાસના નિયમો કડક કર્યા છે. જેના કારણે પણ ચાંદીની કિંમત પર અસર થઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે.