Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

54 વર્ષમાં પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર, ભારતને કેવી અસર થશે?

February 24, 2025

બાંગ્લાદેશની સત્તા પરથી શેખ હસીનાની વિદાય બાદ દેશની દિશા જ બદલાઈ ગઈ છે. બાંગ્લાદેશ ભારત સામે વિરોધ નોંધાવી પાકિસ્તાનનો અંગત મિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી આયાત કરવા મંજૂરી આપી હતી. ત્યાંથી આવતા કાર્ગો પર ફિઝિકલ ચેકિંગ કરવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે સીધો કારોબાર કરવાની મંજૂરી મળી છે. બંને દેશો વચ્ચે આ કરારથી ભારતની નિકાસ પર અસર થશે. બાંગ્લાદેશમાં સૌથી વધુ આયાત ભારતમાંથી થાય છે.  1971 બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાંથી સરકારી મંજૂરી ધરાવતો માલ-સામાન બાંગ્લાદેશ રવાના થશે. આ કાર્ગો શીપ કરાંચીના કાસિમ પોર્ટથી રવાના થઈ ચૂકી છે. બાંગ્લાદેશની સ્થાપના 1971માં થઈ હતી. ત્યારથી અત્યારસુધી તેણે ક્યારેય પાકિસ્તાન સાથે સીધો કારોબાર કર્યો નથી. પાકિસ્તાન સાથે કારોબાર કરવા ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બાંગ્લાદેશે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ 50,000 ટન પાકિસ્તાની ચોખાની આયાત કરવા મંજૂરી આપી છે. ચોખાની આ ખરીદી ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાનથી કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ એક પૂર્વ હિસ્સો પાકિસ્તાનનો જ હતો. જો કે, બાદમાં 1971માં પાકિસ્તાનમાંથી આ હિસ્સો અલગ થયા બાદ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર દેશ બન્યો. પરંતુ વર્ષોથી સત્તાની કમાન સંભાળી રહેલા શેખ હસીનાની સત્તાનો પલટો થતાં જ ઈસ્લામિક કટ્ટરપંથીઓની તાકાત વધી છે.