અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી: વધુ એક ગુજરાતી યુવકનું મોત, નિકારાગુઆથી US લઈ જવાનો હતો એજન્ટ
March 10, 2025

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદેસર અમરિકામાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે પોતાની જમીન વેંચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો. મળતી માહિતી મુજબ, એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટિસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
Related Articles
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક:PoJKમાં 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્...
May 07, 2025
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘ...
May 06, 2025
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ચાર મોત, 40 ઘાયલ
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબક...
May 06, 2025
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીન...
May 06, 2025
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણ...
May 06, 2025
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત...
May 06, 2025