Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ

November 25, 2025

દિલ્હીથી 9,000 કિલોમીટરથી વધુ દૂર ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીને કારણે પેદા થયેલા રાખના વાદળો ભારત સુધી પહોંચતા હવામાન વિભાગ(IMD) એલર્ટ મોડ પર છે. આ ધુમાડો અને રાખના કારણે દિલ્હી સહિત અનેક શહેરો પ્રભાવિત થયા છે અને હવાઈ પરિવહન મોટા પાયે ખોરવાયો છે. IMDએ માહિતી આપી છે કે આ રાખના વાદળો મંગળવાર સાંજ સુધીમાં ભારતમાંથી હટી શકે છે અને ભારતથી આગળ વધી શકે છે. IMDના જણાવ્યા મુજબ, ઈથિયોપિયાથી આવેલા રાખના આ વાદળોનો આગામી પડાવ ચીન હશે. વિભાગે માહિતી આપી છે કે આ વાદળો મંગળવારની સાંજે 7:30 વાગ્યા સુધીમાં ભારતમાંથી દૂર થઈ જાય તેવી શક્યતા છે. હાલમાં આ વાદળો દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના આકાશમાં તરતા રહેશે તેવું અનુમાન છે. મીડિયા અહેવાલો મુજબ, ભારતીય શહેરોના એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) પર આ વાદળોની ખાસ અસર થવાની સંભાવના નથી, પરંતુ તેના કારણે હિમાલય અને તેને અડીને આવેલા તરાઈ પટ્ટામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ અસરગ્રસ્ત થઈ શકે છે. 10,000 વર્ષથી વધુ સમય પછી હાયલી ગુબ્બી જ્વાળામુખી ફરી સક્રિય થયો છે, જેના કારણે હવાઈ યાતાયાત પ્રભાવિત થઈ રહ્યો છે. આ વિસ્ફોટને લીધે ભારતથી પશ્ચિમ એશિયા તરફ જતી ફ્લાઈટ્સ પર અસર થવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાનગી એરલાઇન કંપની સ્પાઇસજેટના પ્રવક્તાએ 'યુનીવાર્તા'ને જણાવ્યું કે તેમની દુબઈ જતી ફ્લાઇટ્સ આનાથી પ્રભાવિત થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયા બાદ રાખનો ગુબાર લગભગ 14 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડ્યો હતો. ત્યારબાદ આ ધુમાડો પૂર્વ દિશામાં રેડ સી ઉપર ફેલાયો અને ત્યાંથી અરબ દ્વીપકલ્પ તેમજ ભારતીય ઉપખંડ તરફ ફેલાયો. IMDએ નિવેદન આપ્યું કે, 'ઉચ્ચ સ્તરીય પવનો રાખના વાદળને ઈથિયોપિયાથી શરૂ કરીને રેડ સી, યમન, ઓમાન અને આગળ અરબ સાગરના માર્ગે પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી લાવ્યા.હાયલી ગુબ્બી જ્વાળામુખી 10 હજાર વર્ષથી પણ વધુ સમય પછી સક્રિય થયો છે. તેના કારણે હવાઈ પરિવહન પણ પ્રભાવિત થઈ રહ્યો છે. આનાથી ભારતથી પશ્ચિમ એશિયા તરફ જતી ફ્લાઈટ્સ પર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે હાયલી ગુબ્બી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ રાખનો ગુબાર લગભગ 14 કિલોમીટર ઉપર સુધી ઉડ્યો હતો. ત્યારબાદ આ ધુમાડો પૂર્વમાં રેડ સી ઉપર ફેલાઈ ગયો અને અરબ દ્વીપકલ્પ તથા ભારતીય ઉપખંડ તરફ ફેલાયો હતો. IMDએ જણાવ્યું કે, 'ઉચ્ચ સ્તરીય પવનો રાખના વાદળને ઈથિયોપિયાથી રેડ સી, યમન, ઓમાન અને આગળ અરબ સાગર થઈને પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી લાવ્યા.'