માત્ર 72 જ કલાકમાં રૂ.100 કરોડના ક્લબમાં સામેલ થઈ ધુરંધર ફિલ્મ! રણવીર સિંહ-અક્ષય ખન્નાએ બોક્સ ઓફિસ ગજવ્યું
December 09, 2025
રણવીર સિંહ અને ડાયરેક્ટર આદિત્ય ધરની ધમાકેદાર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે! વીકએન્ડમાં 'ધુરંધર'એ માત્ર જોરદાર શરૂઆત જ નથી કરી, પરંતુ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની રેસમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શરૂઆતી આંકડાઓ પ્રમાણે, ફિલ્મે રવિવારના દિવસે ₹40 થી ₹42 કરોડની વચ્ચે કમાણી કરીને હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 'ધુરંધર'એ માત્ર 3 દિવસમાં જ ₹100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. રણવીર સિંહની જબરદસ્ત ફેન ફોલોઇંગ અને આદિત્ય ધરની કમાલની સ્ટોરીટેલિંગનો પ્રભાવ બોક્સ ઓફિસ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારોની હાજરી પણ ફિલ્મને વિશેષ બનાવે છે. 'ધુરંધર'ના વીકએન્ડનો ટ્રેન્ડ પણ અદ્ભુત રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસે લગભગ ₹28 કરોડની કમાણી કરી હતી, પરંતુ રવિવાર સુધીમાં આ આંકડો વધીને ₹40 કરોડ સુધી પહોંચી ગયો, જે એક મોટી છલાંગ દર્શાવે છે. ત્રણ દિવસમાં આટલી મજબૂત ગ્રોથે સ્પષ્ટ કરી દીધું છે કે ફિલ્મ માત્ર ઓપનિંગ વીકએન્ડ સુધી સીમિત નહીં રહે, પરંતુ આવનારા દિવસોમાં સારી કમાણી કરશે. સામાન્ય રીતે મોટી ફિલ્મોની સાચી પરીક્ષા સોમવારે થાય છે, પરંતુ 'ધુરંધર'એ આ મામલે પણ પોતાની ધાક જમાવી દીધી છે. સોમવારની પ્રી-સેલ્સ પહેલેથી જ જબરદસ્ત તેજીમાં છે, જેનાથી સ્પષ્ટ છે કે વીકડેઝમાં પણ ફિલ્મ મજબૂત પકડ જાળવી રાખશે. ₹100 કરોડ ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ એવી અપેક્ષા છે કે ક્રિસમસ 2025 સુધી આ ફિલ્મ થિયેટરોમાં મજબૂત પકડ જાળવી રાખશે અને રજાઓના કારણે કમાણીમાં વધુ વધારો થશે. રણવીર સિંહના દમદાર એક્શન, આદિત્ય ધરનું શાનદાર ડાયરેકશન અને બેસ્ટ સિનેમેટિક પ્રેઝન્ટેશન દર્શકોને ખેંચી લાવ્યા છે, જેના કારણે સ્ટોરી, મ્યુઝિક અને સ્કેલને લઈને સોશિયલ મીડિયા પર પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યા છે. જેના કારણે આવનારા દિવસોમાં આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડીને વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવાની રેસમાં મોખરે છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે...
20 March, 2026
મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું...
20 March, 2026
યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાના ફાઈટર જેટ્સને લેન્...
20 March, 2026
ઇઝરાયલે અમેરિકાનેપૂછ્યા વિના’ ઇરાનના ગેસ ફિલ્ડ પર...
20 March, 2026
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી...
20 March, 2026
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામા...
19 March, 2026
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂ...
19 March, 2026
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકો...
19 March, 2026
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વે...
18 March, 2026
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર...
18 March, 2026