તવી નદીના વિકરાળ રૂપ મામલે ભારતે પાકિસ્તાનને કર્યુ સચેત, ભારે વરસાદે સર્જી તારાજી
August 26, 2025
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તવી નદી બન્ને કાંઠે વહી રહી છે. નવા નીરની આવક થતા નદી, ડેમ, નાળાઓ છલકાયા છે. પાકિસ્તાનમાં પૂરનું સંકટ વધવાની ચેતાવણી આપવામાં આવી છે. પાડોશી દેશમાં કુદરતે બતાવેલા રૌદ્ર સ્વરૂપ સામે મદદ કરવા માટે ભારત આગળ આવ્યુ છે. ભલે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હોય પરંતુ સારા પાડોશી તરીકે ભારત પોતાની ફરજ નિભાવી રહ્યુ છે.
જમ્મૂ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તવી નદીના વહેણ રૌદ્ર બન્યા છે. આ નદી બન્ને કાંઠે વહેતી થઇ છે. ભારતે તવી નદીમાં આવેલા પૂર સંકટ મામલે પાકિસ્તાનને ચેતવ્યુ છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તેમ છતાં ભારત પાડોશી દેશ માટે આગળ આવ્યુ છે.
ભારતે પાકિસ્તાનને ચેતાવણી આપતા સાવચેત રહેવા જણાવ્યુ છે. જમ્મૂ-કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે જન-જીવન ખોરવાયુ છે. અને વેપારને મોટુ નુકસાન થયુ છે. આ સિવાય બજારોમાં પાણી ભરાતા સમાનને નુકસાન પહોંચ્યુ છે. અને અનાજનો નાશ થયો છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળ્યુ છે. વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે.
Related Articles
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન...
Oct 20, 2026
દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો
દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતો...
Oct 20, 2026
અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી
અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામા...
Oct 20, 2026
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનું શરૂ, બે ડૉઝમાં તો 80% સુરક્ષાનો દાવો!
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનુ...
Oct 19, 2026
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
Trending NEWS
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026