ભારતે સતલુજમાં પાણી છોડતાં પાકિસ્તાનના પંજાબમાં તબાહી, નદીઓ ગાંડીતૂર, મૃતકાંક 788 થયો
August 25, 2025
ભારત દ્વારા સતલુજ નદીમાં પાણી છોડાતાં પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહાવલનગર શહેરમાં પૂરના કારણે જનજીવન ખોરવાયુ હતું. તેમજ હજારો એકરમાં ઉભો પાક નષ્ટ પામ્યો હતો. જેમાં બે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાના પણ અહેવાલ છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણ નજીક સ્થિત ગામડાંઓમાં આવેલા પૂરમાંથી 1122 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 928 લોકો અને હજારો પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં આ ચોમાસામાં વરસાદ અને પૂરના કારણે અત્યારસુધી 788 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા, POK, અને પંજાબમાં પૂરના કારણે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનું જોખમ વધ્યું છે. જ્યારે ગંદાસિંહવાલામાં સતલુજ નદીમાં ભારતે પાણી છોડતાં પૂર આવ્યું છે. સતલુજ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નીચાણવાળા ગામડાંઓ પૂરમાં તણાયા છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણની નજીક ગામડાઓમાં પાણી ફરી વળતાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગંદાસિંહ વાલામાં પૂરની આશંકા છે. સતલુજ નદીમાં જળ સ્તર 21 ફૂટથી વધ્યું છે. જળ પ્રવાહ 1,30,000 ક્યુસેકથી વધ્યો છે. જેનાથી રાવી અને ચિનાબ નદી પણ ગાંડીતૂર બની છે. મૂશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસી શકે છે. પાકિસ્તાન મીડિયાએ ભારતથી ચિનાબની સહાયક નદી તવીમાં પાણીનું સ્તર વધતાં પૂર આવ્યું હોવાનો દાવો કર્યો છે. જેનાથી ગુજરાત, મંડી બહાઉદ્દીન, ચિનિઓત, અને ઝંગ સહિત ક્ષેત્રના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. પાકિસ્તાનના પૂર આયોગે ચેતવણી આપી છે કે, ચિનાબ અને સિંધુ નદીઓમાં મંગળવાર સુધી પૂર આવી શકે છે. ભારતે પાકિસ્તાનને પૂર અંગે જાણકારી આપી હતી. ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે, તવી નદીમાં સંભવિત ભીષણ પૂરની સંભાવના છે. આ નદી જમ્મુથઈ પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશ કરે છે. આ સૂચનાના આધારે પાકિસ્તાનના અધિકારીઓએ પોતાના લોકોને પૂર વિશે ચેતવણી આપી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026