કાશ્મીર : ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત
August 19, 2025
જમ્મુ- : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે કુપવાડાના લોલાબ અને કઠુઆ જિલ્લાના બની વિસ્તારમાં વાદળ ફાટ્યુ હતું. આમાં કોઈ જાનમાલનું નુકસાન નથી થયુ, પરંતુ વિસ્તારોમાં ભારે કાટમાળ જમા થઈ ગયો છે.
પ્રદેશના ઘણા ભાગોમાં સવારથી બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો. દક્ષિણ કાશ્મીરને જમ્મુ સાથે જોડતો મોર્ગન-સિંથાનટોપ રસ્તો પણ બંધ રહ્યો. બીજી તરફ હવામાનને ધ્યાનમાં રાખીને, 19 ઓગસ્ટના રોજ જમ્મુ વિભાગની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે મંગળવારે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાઓ નજીકના વિસ્તારો અને ભૂસ્ખલન વાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
તમામ જિલ્લાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. કુપવાડા જિલ્લામાં લોલાબના વારનોવ જંગલમાં સવારે વાદળ ફાટ્યા બાદ પૂરથી નુકસાન થયુ હતું. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને પાણી ભરાઈ ગયા છે.
જંગલને અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે. જોકે, પૂરનું પાણી ત્યાં સુધી નથી પહોંચ્યું. વન સંપત્તિને નુકસાન થયું છે. વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર બનીના ખાવલમાં વહેલી સવારે વાદળ ફાટ્યુ હતું.
ત્યાંથી વસાહત 500 મીટર દૂર હતી. વાદળ ફાટ્યા બાદ પાણી ખાડ નાળામાં વહી ગયું. ઉત્તર-પૂર્વ કાશ્મીરમાં સોનમર્ગ અને પહેલગામમાં અમરનાથ ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે આ ઋતુની પહેલી હિમવર્ષા થઈ. ઘાટીમાં વરસાદના કારણે કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થયો.
કાશ્મીરના પ્રવેશદ્વાર કાંઝાગુંડમાં સૌથી વધુ 25 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ કોકરનાગમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સાંજે 5:30 વાગ્યા સુધી 17.2 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં 16.4 મીમી વરસાદ ખાબક્યો હતો.
Related Articles
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યા...
Jul 12, 2026
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે...
Jul 12, 2026
Trending NEWS
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026