મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળ લાડકી બહેન યોજના કારગર નીવડી
November 23, 2024

મુંબઈ ઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન ફરીથી સરકાર બનાવવાના માર્ગે છે. ભાજપ, શિવસેના અને NCP (અજિત પવાર) એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 220 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે. મહાવિકાસ અઘાડી (MVA)નું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું અને માત્ર 51 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જૂન મહિનામાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિને રાજ્યમાં જોરદાર ફટકો પડ્યો હતો, ત્યાર બાદ સવાલો ઉઠી રહ્યા હતા કે શું મહાયુતિ વિધાનસભા ચૂંટણીમાં વાપસી કરી શકશે? સામાન્ય ચૂંટણીઓમાં, કોંગ્રેસ 13 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બની, જ્યારે સહયોગી શિવસેના (UBT) 9 અને શરદ પવારની NCP 8 બેઠકો જીતી. અજિત પવારની એનસીપી માત્ર એક, શિવસેના પાસે સાત બેઠકો અને ભાજપ માત્ર નવ બેઠકો સુધી મર્યાદિત હતી.
હવે, ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને માત્ર છ મહિનામાં હારેલી બાજીને જીતમાં ફેરવી દીધી છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતના ઘણા કારણો છે તે જાણીએ.
- લાડકી બહેન યોજના કારગર નીવડી
મહારાષ્ટ્ર સરકારે 28 જૂન 2024ના રોજ 'મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના' શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ યોજના દ્વારા, મહારાષ્ટ્રમાં 21 થી 65 વર્ષની વયની મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોય તેમને 1,500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાના કારણે મહિલાઓનો એકતરફી વોટ મહાયુતિની તરફેણમાં ગયો હતો.
વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે તે માટે કામ કર્યું હતું અને હવે તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર પહેલા આ જ યોજનાએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને બમ્પર જીત અપાવી હતી.
- હિંદુ મતદારોને એક કરવામાં સફળ રહ્યું
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે 'બટોગે તો કટોગે'નો નારો આપ્યો હતો. તેમજ પીએમ મોદીએ 'એક હૈ તો સેઈફ હૈ'નો નારો આપ્યો હતો. તેમજ પાર્ટી હિંદુ મતદારોને એક કરવાનો પ્રયાસ કરી રહી હતી.
લોકસભાની ચૂંટણી વખતે જે મતો જાતિઓમાં વહેંચાયેલા હતા, તે વિધાનસભાની ચૂંટણી સુધીમાં પીએમ મોદી અને સીએમ યોગી જેવા નેતાઓના નારાથી હિંદુ મતોમાં એક થઈ ગયા હતા.
ભાજપનો એક થવાનો આ પ્રયાસ સફળ રહ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. ચૂંટણી સમયે મહાયુતિ અને MVA વચ્ચેની લડાઈ જે હરીફાઈ ગણાતી હતી તે પરિણામોમાં મહાયુતિની તરફેણમાં એકતરફી નીકળી હતી.
- પીએમ મોદીનો જાદુ યથાવત
છેલ્લા દસ વર્ષમાં ભાજપ મોટાભાગની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહી છે. લોકસભા ચૂંટણીથી લઈને વિધાનસભા ચૂંટણી સુધી પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડવાથી ભાજપને ઘણો ફાયદો થયો છે.
જો કે એપ્રિલ-મે અને જૂનની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને બહુમતીના આંકડાથી દૂર રહી હતી, પરંતુ તેમાંથી શીખીને ભાજપે એક રણનીતિ બનાવી અને પછી પહેલા હરિયાણામાં અને હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતીને સાબિત કરી દીધું કે પીએમ મોદીનો જાદુ હજુ પણ યથાવત છે.
રાજ્યમાં એકનાથ શિંદે સરકારની યોજનાઓ અને કેન્દ્રમાં પીએમ મોદીની યોજનાઓનો મહારાષ્ટ્રમાં પણ ઘણો ફાયદો થયો છે, જેના કારણે મતદારોએ ફરી એકવાર મહાયુતિ સરકારમાં વિશ્વાસ બતાવ્યો છે.
-મુખ્યમંત્રીની ભૂમિકામાં સક્રિય રહ્યા શિંદે
મહારાષ્ટ્રમાં, જ્યારે 2022માં શિવસેનામાં વિભાજન થયું અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા, ત્યારે શરૂઆતમાં એવું લાગતું હતું કે સૌથી મોટો પક્ષ હોવાને કારણે ભાજપ પ્રભુત્વ મેળવશે.
સરકારના મહત્વના નિર્ણયોમાં શિંદેને બદલે ભાજપનું જ વધારે ચાલશે, પરંતુ છેલ્લા અઢી વર્ષમાં એકનાથ શિંદેએ જે રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સક્રિય રહીને કામ કર્યું છે.
- મરાઠા અનામતનો મુદ્દો એમવીએની તરફેણમાં ન ગયો
છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો મોટો મુદ્દો બની ગયો છે. મરાઠા અનામતના નેતા મનોજ જરાંગેએ ઘણી વખત વિરોધ કર્યો, જેના કારણે એવી અટકળો થઈ કે આ મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
જરાંગે પોતે મરાઠવાડા પ્રદેશમાંથી આવે છે, જ્યાં આઠ લોકસભા બેઠકો હતી. તેમાંથી ભાજપે સાત બેઠકો ગુમાવી હતી, જે પછી MVAને આશા હતી કે આ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ MVAને ફાયદો થશે. જરાંગે વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ બાદમાં તેમણે યુ-ટર્ન લીધો અને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો.
આ નિર્ણય બાદ સમગ્ર MVA આનંદમાં હતી, કારણ કે તેનાથી તેમના મતો ઘટાડી શક્યા હોત. જો કે, હવે મરાઠા આરક્ષણ જેવો મોટો મુદ્દો પણ ચૂંટણી પરિણામોમાં એમવીએને બહુ ફાયદો આપે તેમ લાગતું નથી.
Related Articles
બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ!
બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન...
Jul 20, 2025
અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિન આવશે ભારત
અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિ...
Jul 20, 2025
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025