વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો
April 02, 2026
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ વિશે આક્રમક નિવેદનોની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે. આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.
ચાંદીમાં 'લોઅર સર્કિટ' જેવો માહોલ
ચાંદીના ભાવમાં આજે ₹13,613 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,43,501.00
આજનો નીચો ભાવ (Low): ₹2,29,888.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2,33,229.00 (આશરે 4.22% નો ઘટાડો)
ચાંદીના ભાવ એક સમયે ₹2.30 લાખની પણ નીચે ઉતરી ગયા હતા, જેને કારણે ટ્રેડર્સમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
સોનાના ભાવમાં પણ આજે રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા છે. સોનામાં અંદાજે ₹2,547 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,53,708.00
આજનો નીચો ભાવ (Low): ₹1,51,161.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,51,600.00 (આશરે 1.37% નો ઘટાડો)
ઘટાડા પાછળના મુખ્ય કારણો
1. વૈશ્વિક તણાવ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ટ્રમ્પના નિવેદન બાદ ડોલર મજબૂત થતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.
2. નફારૂપી વેચવાલી: ઉંચા મથાળેથી રોકાણકારોએ મોટા પાયે નફો બુક કરવાનું શરૂ કરતા બજારમાં કડાકો બોલાયો છે.
3. આર્થિક અનિશ્ચિતતા: વૈશ્વિક સ્તરે આર્થિક નીતિઓમાં ફેરફારની આશંકાએ કિંમતી ધાતુઓના ભાવ પર બ્રેક લગાવી છે.
4. ટ્રમ્પનું એલાન : ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ ઈરાન વિરુદ્ધ યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ખેંચવા અને ભયાનક હુમલાઓની ધમકી ઉચ્ચારતાં વિશ્વ સ્તરે હડકંપની સ્થિતિ પણ સોના-ચાંદીમાં કડાકા માટે જવાબદાર ગણવામાં આવી રહી છે.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026