નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ
April 02, 2026
નવસારી : નવસારી જિલ્લામાં આજે (બીજી એપ્રિલ) વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
ભૂકંપના આ આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ડેમના કારણે આ પંથકમાં અવારનવાર ભૂસ્તરીય હલચલનો અનુભવ થાય છે. આ પૂર્વે પણ અનેકવાર આ વિસ્તારમાં હળવા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં થયેલી આ હલચલની સીધી અસર સરહદી એવા વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી હતી. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાથી અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોઈ મોટા માલ-મિલકતના નુકસાનના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી.
Related Articles
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજ...
Apr 01, 2026
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
Trending NEWS
01 April, 2026
31 March, 2026
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026