H-1B વિઝા નિયમોમાં મોટો ફેરફાર: નવી ભરતી પર પ્રતિબંધ
April 14, 2026
અમેરિકાનું આયોવા રાજ્ય એક એવો કાયદો બનાવવા પર વિચાર કરી રહ્યું છે, જેમાં પસંદગીના વિદેશીઓને કામ પર રાખવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. આ કાયદો યુનિવર્સિટીઓ દ્વારા વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને H-1B વિઝા ધારકોને નોકરી પર રાખવાની પદ્ધતિ બદલી શકે છે. આ બિલને 'House File 2513' નામ આપવામાં આવ્યું છે. આ બિલ આયોવા હાઉસમાંથી પસાર થઈ ચૂક્યું છે અને સેનેટમાં પણ પ્રારંભિક તબક્કો પાર કરી લીધો છે. જો તેને મંજૂરી મળી જશે, તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેટલાક ખાસ વિદેશી નાગરિકોને નોકરી પર રાખવા પર નવા પ્રતિબંધો લાગી શકે છે.
ન્યૂઝ વીક રિપોર્ટ મુજબ, આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના ઘણા રાજ્યો H-1B વિઝાના ઉપયોગની સમીક્ષા કરી રહ્યા છે અને વધુને વધુ સ્થાનિક કર્મચારીઓને નોકરી પર રાખવા ઈચ્છી રહ્યા છે. આવા સમયે આ બિલ પર ચર્ચા છેડાઈ છે, આ બિલના સમર્થકો જ્યાં દેશની સુરક્ષા અને નોકરીઓ સાથે જોડાયેલી ચિંતાઓનો હવાલો આપી રહ્યા છે, ત્યાં વિવેચકોનું કહેવું છે કે તેનાથી પ્રતિભા અને નિષ્પક્ષતા પર માઠી અસર પડી શકે છે.
હાઉસ ફાઇલ 2513એ રાજ્ય સ્તરનો પ્રસ્તાવિત કાયદો છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (યુનિવર્સિટીઓ/કોલેજો)ને કેટલાક વિદેશી નાગરિકોને નોકરી આપતા અટકાવવાનો છે. આ કાયદામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે આ કાયદો આયોવા રાજ્યમાં જાહેર યુનિવર્સિટીઓ અને કોલેજોને 'વિદેશી દુશ્મન' (ચીન, રશિયા, ઈરાન વગેરે) દેશોના નાગરિકોને H-1B વિઝા પર નિયુક્ત કરતા અટકાવશે. આ વિધેયક 1 જુલાઈ, 2026થી અમલમાં લાવવાનો પ્રસ્તાવ છે, જેનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંશોધનની સુરક્ષા કરવાનો છે. આ બિલ રાજ્યના આયોવા હાઉસમાં 68-27 મતોથી પસાર થઈ ચૂક્યું છે અને હવે સેનેટમાં આગળની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
આ પ્રસ્તાવ હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજો, કોમ્યુનિટી કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓને એ છૂટ આપે છે કે તેઓ H-1B વિઝા ધારકોને નવી નોકરી ન આપે. ખાસ કરીને એવા લોકોને જે એવા દેશના નાગરિક છે જેમને અમેરિકાએ 'વિદેશી વિરોધી' અથવા 'આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશો' ની યાદીમાં મૂક્યા છે. આ દેશોમાં ચીન, રશિયા, ઈરાન, ઉત્તર કોરિયા, ક્યુબા, સીરિયા અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. સમર્થકોનો દાવો છે કે આ પગલાનો ઉદ્દેશ્ય સંવેદનશીલ સંશોધનને જાસૂસી અથવા બૌદ્ધિક સંપદાની ચોરીથી બચાવવાનો છે. જો કે આ યાદીમાં ભારતનું નામ નથી, તેથી H-1B વિઝા ધરાવતા ભારતીય પ્રોફેશનલ્સ પર તેની કોઈ ખાસ અસર પડતી દેખાતી નથી.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026