MLA-MP ગુમ છે', નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ
September 21, 2025
નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ
અમદાવાદ : રાજ્યમાં ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર સહિતની પાયાની જરૂરિયાતથી વંચિત લોકો દ્વારા વિરોધ નોંધાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નાનાચીલોડા ગામના સ્થાનિકો પાણી-ખરાબ રોડને લઈને વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો ગુમ થયા હોવાના ફોટા અને લખાણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદના નાનાચીલોડા ખાતે સ્થાનિકો ખરાબ રોડ-રસ્તા, ગટર અને પાણીને લઈને આજે (21 સપ્ટેમ્બર) વિરોધ પર ઉતર્યા હતા. 'કમળનું ફૂલ અમારી ભૂલ', 'ભારતીય જૂઠા પાર્ટી', 'રસ્તા તૂટેલા નેતા સૂતેલા' સહિતના પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહેલા સ્થાનિકોનું કહેવું છે કે, 'અમારે ખરાબ રોડ અને ગટર ઉભરાવવાની સમસ્યા છે અને ગામમાં પાણી પણ આવતું નથી.'
સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નાનાચીલોડાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, 'છેલ્લા પાંચ વર્ષમાં નાનાચીલોડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થયા નથી.' આ મામલે લોકોએ સરદાર નગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના અલ્પેશ ઠાકોર અને પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલના ફોટો પોસ્ટર સાથે સાંસદ-કોર્પોરેટર ગુમ હોવાનું કહીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026