ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા
July 04, 2025

અમદાવાદ- ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે નોંધાયેલી FIR) અનુસાર, આ ઘટના 2 જુલાઈના બપોરના સમયે બની હતી. ધોરણ 1 માં અભ્યાસ કરતી આરુષી બપોરે લગભગ 12 વાગ્યે શાળાએથી ઘરે પરત ફરી હતી. બપોરે લગભગ 3:30 વાગ્યે, તેની માતા ઉષા લોઢીએ તેને ઘરકામ કરવાનું કહ્યું. બાળકીએ ના પાડતા, ઉષાએ કથિત રીતે તેને અનેક થપ્પડો માર્યા અને ગુસ્સાના આવેશમાં તેનું ગળું દબાવી દીધું છે.
શિવમ એસ્ટેટ, ઓઢવમાં ફેબ્રિકેટર તરીકે કામ કરતા અમિતકુમાર શિવપાલ લોઢીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પત્ની ઉષાએ તેમને લગભગ 4:12 વાગ્યે ફોન કરીને જાણ કરી કે આરુષી સુઈ ગઈ છે અને જાગી રહી નથી. તેઓ તરત જ એક સહકર્મી સાથે ઘરે પહોંચ્યા, ત્યારે બાળકી બેભાન હાલતમાં મળી આવી છે. તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.
શરૂઆતમાં આરુષીના મૃતદેહને ઘરે પાછો લાવવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકમાંથી કોઈએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી દધી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઓઢવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને સાંજે 5:00 વાગ્યે ઔપચારિક રીતે મૃત જાહેર કરવામાં આવી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ તપાસ હાથ ધરવામાં આવ્યું છે.
Related Articles
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગ...
Jul 04, 2025
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલરનું રાજીનામું
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના...
Jul 04, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામા...
Jul 03, 2025
બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા
બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમ...
Jul 03, 2025
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઈંચ
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી...
Jul 02, 2025
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો, આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય નેતા વિરૂદ્ધ ફરિયાદ
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો...
Jul 02, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

03 July, 2025

03 July, 2025

03 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025