અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ

July 04, 2025

અમેરિકામાં એક ભારતીય મૂળના યુવક ઈશાન શર્માની ફ્લાઈટમાં યાત્રી પર હુમલો કરવાના આરોપમાં ધરપરડ કરવામાં આવી છે. આ ઘટના 30 જૂનના રોજ ફિલાડેલ્ફિયાથી મિયામી જઈ રહેલી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી. એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈશાન શર્મા અને કિયાનૂ ઈવાંસ નામના યાત્રી વચ્ચે મારા-મારી થઈ રહી છે. બંને એક-બીજા સાથે મારા-મારી કરતા નજર આવી રહ્યા છે, બીજી તરફ અન્ય યાત્રીઓ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


ઈવાંસે જણાવ્યું કે, 'ઈશાને કોઈપણ ઉશ્કેરણી વિના મારા પર હુમલો કર્યો. જ્યારે હું વોશરૂમમાંથી પાછો ફર્યો, ત્યારે ઈશાને અચાનક મારું ગળું પકડી લીધું. તે એક વિચિત્ર ડરામણું હાસ્ય હસી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે તું એક નશ્વર માણસ છે, જો તું મને પડકારશે તો તારું મૃત્યુ નિશ્ચિત છે.'


ઈવાંસે વધુમાં જણાવ્યું કે, મેં ફ્લાઈટ એટેન્ડન્ટ્સને આ અંગે પહેલા જ જાણ કરી દીધી હતી. જ્યારે ઈશાન શર્મા મને ધમકી આપતો રહ્યો તો મેં અસિસ્ટન્સ બટન દબાવ્યું, જેના પછી ઝઘડો વધી ગયો. તે મારી આંખોમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો અને પછી અચાનક તેણે મારું ગળું પકડી લીધું. તે સમયે લડાઈ અથવા ભાગવા જેવી સ્થિતિ બની ગઈ. વિમાનમાં મર્યાદિત જગ્યા હતી અને મારે ખુદને બચાવવો પડ્યો.