વડોદરામાં મિત્ર સાથે મળી પતિની હત્યા, 5 દિવસ બાદ કબરમાંથી લાશ બહાર કઢાઈ
November 23, 2025
વડોદરા- તાંદલજા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, તેણે પતિને સામાન્ય મોતમાં ખપાવીને દફનાવી પણ દીધો હતો. જોકે , 'પાપ છાપરે ચડીને પોકારે' તેમ મૃતકના પરિવારને શંકા જતા આખરે 5 દિવસ બાદ કબર ખોદીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તાંદલજામાં રહેતી 30 વર્ષીય ગુલ બાનુએ પોતાના મુંબઈ સ્થિત મિત્ર તોસિફ સાથે મળીને પતિની હત્યાનું ઠંડા કલેજે ષડયંત્ર રચ્યું હતું. આરોપ છે કે, ગત 18 નવેમ્બરની રાત્રે પત્નીએ પહેલા પતિને ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. ત્યારબાદ રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે બેભાન અવસ્થામાં રહેલા પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. પરિવારને અંધારામાં રાખી દફનવિધિ કરી હત્યા કર્યા બાદ આરોપી પત્નીએ આ ઘટનાને આકસ્મિક મોત તરીકે ખપાવી દીધી હતી. પરિવારજનોને પણ કલ્પના ન હતી કે ઘરમાં જ હત્યારો છે, તેથી 19મી તારીખે પતિનું કુદરતી મોત સમજીને તેની દફનવિધિ કરી દેવામાં આવી હતી. દફનવિધિ બાદ મૃતકના પરિવારજનોને શંકા જતા તેમણે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના હાથમાં મૃતકનો મોબાઈલ અને કોલ ડિટેલ્સ આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે ગુલ બાનુ એક ચોક્કસ નંબર (તોસિફ) પર વારંવાર વાતચીત કરતી હતી. આ શંકાના આધારે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શંકાના આધારે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મેજિસ્ટ્રેટ અને પોલીસ કાફલાની હાજરીમાં દફનાવેલા મૃતદેહને પાંચમા દિવસે કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તોસિફ અને ગુલ બાનુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026