NCP નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા
May 20, 2025

નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડે. સીએમ એકનાથ શિંગે તથા અજીત પવાર હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અન્ય પછાત વર્ગો (OBC)ના સૌથી મોટા ચહેરાઓમાંના એક ગણાતા છગન ભુજબળ ફરી એકવાર મંત્રી બન્યા છે.
શપથ પહેલા છગન ભુજબળએ પોતે મંત્રીમંડળમાં સમાવેશ થયા હોવાની પુષ્ટિ કરતા કહ્યું કે મને આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે. જેમ કહેવાય છેને અંત સારુ તો બધુ સારુ. મે ગૃહમંત્રાલયથી લઇને દરેક જવાબદારીઓ સંભાળી છે. મને જે પણ જવાબદારી આપવામાં આવશે તે યોગ્ય રહેશે. આ સીએમનો વિશેષાધિકાર છે.
મહારાષ્ટ્ર સરકારમાં છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા તે અંગે ડીસીએમ એકનાથ શિંદેએ કહ્યું છગન ભુજબળ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે અને ઘણા વિભાગોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ એક અનુભવી નેતા છે, હું તેમને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારને તેમના અનુભવથી ઘણો ફાયદો થશે."
Related Articles
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરક...
Jul 02, 2025
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી,...
Jul 02, 2025
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્...
Jul 02, 2025
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ...
Jul 02, 2025
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલ...
Jul 02, 2025
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી ર...
Jul 02, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025