Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી, એક પછી એક રાજનેતાઓના રાજીનામા

January 20, 2025

15 મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે અને 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ શરુ પણ થઇ ગયો છે. તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી રહી છે. નેતન્યાહુ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરૂદ્ધ ઉભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહુની ગાદી પર અસર કરી શકે છે. નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓ હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. હમાસ અને ઇઝરાયલ સરકાર વચ્ચેના યુદ્ધવિરામ કરારના વિરોધમાં ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઇટામર બેન-ગવીર જ નહીં પરંતુ તેમની રાષ્ટ્રવાદી-ધાર્મિક પાર્ટી ઓત્ઝમા યેહુદિતના અન્ય બે મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. આ સાથે ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ નેતન્યાહુની ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ રાજીનામાઓ સામે આવ્યા બાદ નેતન્યાહુના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં તણાવ વધી ગયો છે. જો ગઠબંધન સરકારના મંત્રીઓ પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો નેતન્યાહુ માટે પોતાની સત્તા બચાવી રાખવી મુશ્કેલ બનશે.  ઓત્ઝમા યેહુદિત પક્ષે યુદ્ધવિરામ કરારની 'હમાસ પ્રત્યે  શરણાગતિ' તરીકે ટીકા કરી. આ સાથે જ પાર્ટીએ એમ પણ કહ્યું કે આ 'સેંકડો હત્યારાઓની મુક્તિ' છે અને તેની નિંદા કરી. પાર્ટીએ દાવો કર્યો છે કે આનાથી ગાઝામાં ઈઝરાયલી સેનાની ઉપલબ્ધિઓમાં ઘટાડો થયો છે.  મંત્રીના રાજીનામાથી ચોક્કસપણે નેતન્યાહુની ગઠબંધન સરકાર નબળી પડી છે. જો બેન-ગવીરની જેમ અન્ય  સાંસદો પણ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો વડા પ્રધાન તેમની બહુમતી ગુમાવી શકે છે, સંભવિતપણે વહેલી ચૂંટણીની ફરજ પાડી શકે છે. ઇટામર બેન ગ્વીરના સમર્થન બાદ જ નેતન્યાહુ વડાપ્રધાન બની શક્યા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે તેમના રાજીનામા બાદ નેતન્યાહુનું વડાપ્રધાન પદ પણ જોખમમાં આવી શકે છે.