કોરોના વાઇરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી, ગળામાં ભયંકર દુ:ખાવાની ફરિયાદ, WHO એલર્ટ
June 19, 2025

કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે, જેમાં હવે કોવિડનો એક નવો સબ-વેરિયન્ટ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટના લક્ષણો અસરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.
હાલમાં, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકન આરોગ્ય એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. આ વેરિયન્ટનું નામ NB.1.8.1 છે, જેને નિમ્બસ નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વેરિયન્ટ આ પહેલા ચીનમાં પણ જોવા મળ્યો છે. જોકે, ભારતમાં હજુ સુધી તેની હાજરી વિશે કોઈ માહિતી નથી.
આ નિમ્બસ વેરિયન્ટના લક્ષણો વિષે કહેવામાં આવી રહ્યું છે કે, તેના કારણે દર્દીઓને ગળામાં દુખાવો થાય છે. આ કારણે, દર્દીઓ તેને રેઝર બ્લડ થ્રોટ પણ કહી રહ્યા છે. આ ઉપરાંત, દર્દીમાં બંધ અથવા વહેતું નાક, થાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં, સીડીસી એટલે કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે 7 જૂનના રોજ પૂરા થયેલા 2 અઠવાડિયાના સમયગાળામાં, આ વેરિયન્ટના લગભગ 37% કેસ નોંધાયા હતા. આ અંગે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ નવો વેરિયન્ટ વિશ્વના એક તૃતીયાંશ કેસનું કારણ બની શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ બુધવારે જણાવ્યું હતું કે તે ઓમિક્રોનના ચાર નવા પેટા પ્રકારોને જીનોમ સિક્વન્સિંગ અને અલગ કરી રહી છે, જે ભારતમાં કોવિડના કેસમાં તાજેતરના વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેમજ એપ્રિલના બીજા અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સમગ્ર ભારતમાં નવા કેસમાં જીનોમ સિક્વન્સિંગ પછી, ઓમિક્રોનના ચાર પેટા પ્રકારો - LF.7, XFG, JN.1.16 અને NB.1.8.1 - મળી આવ્યા છે.
Related Articles
ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઇ, હિમાચલમાં અત્યાર સુધી 31ના મોત
ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુ...
Jun 30, 2025
ખાડીપૂરના કારણે સુરતની 'સૂરત' બગડી: અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા
ખાડીપૂરના કારણે સુરતની 'સૂરત' બગડી: અનેક...
Jun 24, 2025
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લોકોનાં મોત
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લ...
May 05, 2025
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનું ટેન્શન, અમેરિકન પાર્સલ ડિલીવરી-સપ્લાય બંધ
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનુ...
Apr 16, 2025
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 11નાં મોત
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ...
Apr 01, 2025
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025