સેન્સેક્સમાં 1,456 પોઇન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઇલ 105 ડૉલરને પાર
May 13, 2026
શેરબજારમાં આજે જાણે 'બ્લેક ટ્યૂઝડે' જેવો માહોલ સર્જાયો છે. મંગળવારે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા પાછળ માત્ર એક કારણ નથી, પણ વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોનું એક મોટું ચક્ર છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતી જતી અશાંતિ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના કડક વલણે બજારની કમર તોડી નાંખી છે. બજારમાં વેચવાલી એટલી પ્રબળ છે કે સેન્સેક્સ 1,456 પોઇન્ટ્સ ગબડીને 74,559ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 386 પોઇન્ટ્સનો કડાકો જોવા મળ્યો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને સાવ નકારી કાઢ્યો છે. ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને "કચરો" ગણાવીને કહ્યું કે યુદ્ધવિરામ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ઈરાનની માંગ હતી કે અમેરિકા નાકાબંધી હટાવે અને યુદ્ધના નુકસાનનું વળતર આપે, જે ટ્રમ્પને મંજૂર નથી. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી ગઈ છે.
2. ક્રૂડ ઓઇલ 105 ડૉલરને પાર
યુદ્ધની આશંકા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ કે જ્યાંથી દુનિયાનો 20% ઓઇલ સપ્લાય પસાર થાય છે, તે બંધ થવાના ડરે બ્રેન્ટ ક્રૂડ 105 ડૉલરની ઉપર પહોંચી ગયું છે. ભારત માટે આ મોટો ફટકો છે કારણ કે આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરીએ છીએ.
3. ભારતીય રૂપિયો રૅકોર્ડબ્રેક નીચી સપાટીએ
ડૉલર સામે રૂપિયો આજે અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો 95.55ના સ્તર પર સરકી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત મોંઘી થાય છે અને વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં ખેંચવા લાગે છે, જેની સીધી અસર સેન્સેક્સ પર જોવા મળી રહી છે.
4. IT સેક્ટરમાં ગાબડું અને FIIની વેચવાલી
માર્કેટમાં સૌથી વધુ માર IT શેરોને પડ્યો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત પાંચમા દિવસે વેચવાલી કરી રહ્યા છે. સોમવારે જ તેમણે 8,438 કરોડના શેર વેચી નાખ્યા હતા, જેનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો.
5. બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને એક્સપાયરી પ્રેશર
અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને 4.423% થઈ ગયા છે. જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે રોકાણકારો ઈક્વિટી માર્કેટમાંથી પૈસા કાઢીને બોન્ડમાં રોકે છે. ઉપરાંત, આજે નિફ્ટી F&Oની એક્સપાયરી હોવાથી માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026