અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
May 14, 2026
રાજકોટ-ચોટીલા હાઈવે પરથી એક રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. અહીં સાંગાણી ગામ નજીક મોડી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાગી બસ અને ટેન્કર વચ્ચે એવી પ્રચંડ ટક્કર થઇ હતી કે અકસ્માત બાદ આખી બસ જાણે ફાયરબોલ બની ગઇ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકો જીવતા બળી ગયા હતા જેમના મૃતદેહોની ઓળખ કરવી પણ હવે મુશ્કેલ થઇ ગઇ છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. આ બસ અમદાવાદથી રાજકોટ તરફ જતી હોવાની માહિતી સામે આવી છે.
માહિતી અનુસાર આ અકસ્માત રાતે દોઢથી બે વાગ્યાના સુમારે સર્જાયો હતો. જેમાં ટેન્કરમાં ડામર ભરેલું હતું. આ ટેન્કરનું ટાયર ફાટતાં તે બેકાબૂ થઇ થયો હતો. જોકે આ સમયે જ પાછળથી આવતી બસ તેની સાથે અથડાતાં પ્રચંડ ધડાકો થયો હતો અને આખી બસ આગમાં લપટાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ પણ મનાય છે. જોકે મુસાફરોને બસમાંથી બહાર નીકળવાની તક મળે એ પહેલા જ હોનારત સર્જાઈ ગઇ હતી. લગભગ ચાર લોકો જીવતા જ બળી ગયા હતા. જોકે બાકીના 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય મુસાફરો સુરક્ષિત બહાર આવવામાં સફળ રહ્યા હતા.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026