યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે ઓનલાઈન વોર
March 09, 2026
મુંબઇ : યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. હવે બંને વચ્ચે ઓનલાઈન ઝઘડો થયો છે. ક્રિતીને મળેલા એક એવોર્ડની ટીકા કરતી પોસ્ટને યામીએ લાઈક કરી હતી. તે પછી યામીએ દાવો કર્યો હતો કે પોતે કોઈ ડર્ટી પીઆર ટ્રીકનો સહારો લેતી નથી. મેં મારી કારકિર્દી પર જ ફોક્સ કર્યું છે. આ રીતે તેણે ક્રિતી પર આડકતરી રીતે ડર્ટી પીઆર ગેમનો આરોપ મૂક્યાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે 'હક્ક' ફિલ્મમાં યામી ગૌતમની એક્ટિંગના વખાણ થયાં હતાં. જોકે, તે વખતે યામી સામે ક્રિતી સેનનને 'તેરે ઈશ્ક મેં' ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. તે વખતે યામીએ તેની ટીકા કરી હતી. હવે યામીનો એ વિડીયો વાયરલ થતાં તેણે આ પોસ્ટને લાઈક કરી હતી. તેના પરથી બંને વચ્ચે વિવાદ વધ્યો છે. જોકે, યામીએ બાદમાં વાત વાળી લેવાની ચેષ્ટા કરતાં કહ્યું હતું કે પોતાનાથી ભૂલમાં લાઈક થઈ ગયું હોય તેવુું બની શકે છે.
Related Articles
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે... દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું
ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડા...
May 05, 2026
કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી મળી- લાઈનમાં આવી જાવ નહીંતર...
કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખ...
May 05, 2026
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
Trending NEWS
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ,...
05 May, 2026
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114...
04 May, 2026