ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
March 16, 2026
લોસ એન્જલસ: મિડલ ઈસ્ટની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે લોસ એન્જલસના પ્રતિષ્ઠિત ડોલ્બી થિયેટરમાં 98માં એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર 2026)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં હોલીવુડના દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ વર્ષે ડાયરેક્ટર રયાન કૂગલરની ફિલ્મ 'સીનર્સ' (Sinners) એ કુલ 16 કેટેગરીમાં નોમિનેશન મેળવીને ઈતિહાસ રચી દીધો છે. અમેરિકામાં એબીસી (ABC) પર આ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય દર્શકો માટે 16 માર્ચથી 'જિયો હોટસ્ટાર' પર તેનું સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવશે.
આ એવોર્ડ નાઈટમાં પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' (One Battle After Another) નો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્મે કુલ 13 નોમિનેશનમાંથી 'બેસ્ટ પિક્ચર' સહિત 6 મહત્વના એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. આ સાથે જ પોલ થોમસ એન્ડરસને 'બેસ્ટ ડાયરેક્ટર' અને 'બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે' નો એવોર્ડ પણ જીત્યો હતો. પ્રખ્યાત કોમેડિયન કોનન ઓ'બ્રાયને સતત બીજી વખત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના હોસ્ટ તરીકેની જવાબદારી નિભાવી હતી.
અન્ય વિજેતાઓ
- માઈકલ બી. જોર્ડનને ફિલ્મ 'સીનર્સ' માટે 'બેસ્ટ એક્ટર' અને જેસી બકલેને ફિલ્મ 'હેમનેટ' માટે 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ મળ્યો
- શોન પેનને 'વન બેટલ આફ્ટર અનધર' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' જાહેર કરાયા
- એમી મેડિગને 'વેપન્સ' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ'નો એવોર્ડ જીત્યો
- ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં 'સેન્ટિમેન્ટલ વેલ્યુ' વિજેતા બની
- એનિમેટેડ ફીચર ફિલ્મમાં 'કે-પોપ ડેમન હન્ટર્સ' એ બાજી મારી
- ભારત માટે આ ઓસ્કર મિશ્ર પ્રતિસાદ લાવ્યું
ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા જોનસે આ સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત, ઇન્ડિયન-અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર ગીતા ગાંધબીરની ફિલ્મોને 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' અને 'શોર્ટ ફિલ્મ' કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા. જોકે, ડાયરેક્ટર નીરજ ઘેવાનની ફિલ્મ 'હોમબાઉન્ડ' બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની અંતિમ પાંચ યાદીમાં સ્થાન મેળવવામાં અસફળ રહી હતી.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026