માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર

May 14, 2025

મુંબઇ : ભારતના ઓપરેશન  સંદૂર વિરોધી ટિપ્પણીઓ કરનારાં  પાકિસ્તાની કલાકારો માહિરા ખાન અને ફવાદ ખાની તસવીરો તેમની  બોલીવૂડ ફિલ્મોનાં ગીતોના પોસ્ટર પરથી તેમની તસવીરોને દૂર કરવામાં આવી છે. કવર આલ્બમો પરથી તેમના થમ્બનેઈલ હટાવી લેવાયા છે.  ફવાદ ખાને 'કપૂર એન્ડ સન્સ' અને માહિરા ખાને 'રઇસ'  ફિલ્મમાં કામ કર્યું હતું. ભારત અન ેપાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન તેમણે ભારતીય સરકાર અને ભારતીય સેના વિરુધ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેમના આવા ગેરવ્યવહારના કારણે મ્યૂઝિક એપ્સ પરના  ગીતોના પોસ્ટર પરથી તેમની તસવીરો હટાવી લેવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ 'સનમ તેરી કસમ' આલ્બમ કવર પરથી માવરા હુસૈનને પણ ગાયબ કરી દેવામાં આવી છે. જોકે સોનમ કપૂરની 'ખૂબસૂરત'ના પોસ્ટર પરથી ફવાદ ખાનની તસવીરો હજુ દૂર કરાઈ નથી. 'રઈસ'નાં પોસ્ટર પર માહિરા ખાન અને શાહરૂખ ખાન બન્ને જોવા મળતા હતા. પરંતુ હવ ફક્ત  શાહરુખ જ જોવા મળે છે.  ફવાદ ખાન પર ફિલ્માવાયેલાં 'કપૂર એન્ડ સન્સ'નાં કેટલાંક ગીતોના વિડીયો પણ દૂર કરી દેવાયા છે. આગામી દિવસોમાં વધુ પાકિસ્તાની કલાકારોની તસવીરો હટાવવામાં આવે તેવી શક્યતા છે.