ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી
June 18, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા છે. આ સાથે પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી છે. PM મોદી ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેંકોવિચ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિચ સાથે પણ મુલાકાત કરશે. જે ભારત અને યુરોપિયન સંઘ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાના સંકેત આપી રહી છે.
આ મુલાકાતે ભારત અને ક્રોએશિયા વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સંદર્ભે સંબંધો ગાઢ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને સમર્થન આપનારા દેશોને અભિવાદિત કરવા ત્રણ દેશોના પ્રવાસે છે. તેમની આ મુલાકાત ભારતના ક્રોએશિયા સાથે રાજકીય અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. બંને દેશના વડાઓ વેપાર, ઈનોવેશન, ડિફેન્સ, પોર્ટ્સ, શિપિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સાંસ્કૃતિક, અને રોજગાર ક્ષેત્રો પર દ્વિપક્ષીય સંબંધોને વિસ્તિરત કરે તેવા સંકેતો નિષ્ણાતો આપી રહ્યા છે.
કનાનાસ્કિસમાં 51મી G7 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા હતાં. આ પહેલાં તેઓ સાયપ્રસની મુલાકાતે હતાં. જ્યાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.
કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે આતંકવાદને સમર્થન આપનારા દેશો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે પહલગામ આતંકી હુમલાને માનવતા પર હુમલા સમાન ગણાવ્યો હતો. PM મોદીએ કહ્યું હતુ કે, વૈશ્વિક મંચ પર ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની અસ્થિરતાઓ અને સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા દેશોની ચિંતાનો સવાલ ઉઠાવી રહ્યું છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026