વડોદરા બાદ અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શૉ, તિરંગા સાથે સ્વાગત
May 26, 2025

ભુજમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત
ભુજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. PM મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે આજે 26 મેની રાત્રે વડાપ્રધાનનો 'રોડ શૉ' યોજાયો હતો. અમદાવાદના એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનના 'રોડ શૉ' થયો જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા. લોકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (26 મે) સવારે વડોદરામાં પણ રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ દાહોદમાં રૂ. 23,292 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ યોજ્યો હતો.
ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. 53,414 કરોડના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માણ તેમજ ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.
Related Articles
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઈંચ
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી...
Jul 02, 2025
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો, આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય નેતા વિરૂદ્ધ ફરિયાદ
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો...
Jul 02, 2025
દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ, રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ
દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓ...
Jul 02, 2025
રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતનાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ,...
Jul 02, 2025
વાપી જીઆઇડીસીમાં આગ લાગતા દોડધામ, અઢી કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ : કોઇ જાનહાનિ નહીં
વાપી જીઆઇડીસીમાં આગ લાગતા દોડધામ, અઢી કલ...
Jul 02, 2025
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં...
Jul 01, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025