સંસદમાં અચાનક રાહુલ ગાંધીએ ભાજપ નેતા સાથે 'અનકોમન હેન્ડ શેક' કર્યું
August 20, 2025
સંસદમાં બુધવારે રોમાંચક નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને કોન્સ્ટીટ્યુશન ક્લબ ઑફ ઈન્ડિયાના સેક્રેટરી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રાહુલના આ 'અનકોમન હેન્ડશેક' એ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ મુલાકાત તે સમયે થઈ, જ્યારે સદન ગૃહમાં બિહાર SIR તેમજ સંસદમાં મુખ્યમંત્રી-મંત્રીઓની ધરપકડ મુદ્દે રજૂ થનારા બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ રાજીવ રૂડીને જોતાં જ તેમની પાસે જઈ હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં પોતે જ મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એક અનકોમન હેન્ડશેક! અભિનંદન. જવાબમાં રૂડીએ સ્મિત સાથે આભાર માન્યો હતો. હાલમાં જ રાજીવ રૂડીએ કોન્સ્ટિટ્યુશન ક્લબના સેક્રેટરી (એડમિનિસ્ટ્રેશન)ના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. આ મુકાબલો ભાજપ vs ભાજપ હતો. જેમાં રૂડીએ પોતાના જ પક્ષના સંજીવ બાલિયાનને હરાવ્યા હતાં. આ ક્લબની ઈતિહાસની સૌથી હાઈ-વોલ્ટેજ ચૂંટણી પૈકી એક હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂડીને વિપક્ષના સાંસદોનું મોટાપાયે સમર્થન મળ્યુ હતું. જેથી તેઓએ જીત હાંસલ કરી છે. આ મામલે બંને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ ચૂંટણીને રાજકારણના ચશ્મા પહેરાવવા જોઈએ નહીં. આ ચૂંટણીમાં મોટાપાયે મતદાન થયુ હતું. કુલ 1295 સભ્યોમાંથી 707એ મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ મંત્રીઓ અને વિપક્ષ નેતાઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
Related Articles
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યા...
Jul 12, 2026
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે...
Jul 12, 2026
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
Trending NEWS
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
09 July, 2026