રશિયાએ કિવ પર કર્યો વિનાશક હવાઈ હુમલો, યુક્રેનમાં મચ્યો હડકંપ

July 22, 2025

એક તરફ ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધમાં માંડ શાંતિ થઈ છે. આખું વિશ્વ એક બિહામણાં ભવિષ્યના વિચારોથી માંડ મુક્તિ પામ્યું છે ત્યાં હવે રશિયાએ ફરીવાર યુક્રેન પર વિનાશક હુમલો કરવાનું ચાલુ કર્યું છે અને આ યુદ્ધમાં કઈક મોટું થવાની ભીતિ એટલા માટે સેવાઇ રહી છે કેમકે આ હુમલો યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની નાટો દેશોની બેઠક પહેલા કરવામાં આવ્યો છે.

રશિયાએ યુક્રેનના કિવ પર કરેલ વિનાશક હુમલાએ હાલ આખા વિશ્વની નજર તેના તરફ ખેંચી છે. રશિયાએ યુક્રેનના કિવ પર આ હુમલો ત્યારે કર્યો જ્યારે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની એક યોજના અને વિચાર કરવા માટે નાટો દેશોની એક બેઠક થવાની હતી, પરંતુ આ બેઠકનું કોઈ આયોજન થાય એ પહેલાજ રશિયાએ નાટો દેશોના આ આયોજન પાર પાણી ફેરવી નાખ્યું છે. રશિયાએ કિવ પર એટલો ભયાનક હુમલો કર્યો છે કે ત્યાંથી ઘણા લોકોના માર્યા ગયા હોવાના પણ સમાચાર આમે આવ્યા છે.