જગદીપ ધનખડેના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? જાણો ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા

July 22, 2025

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે મોડી રાત્રે સ્વાસ્થ્ય સંબંધિત કારણોના લીધે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનખડનું રાજીનામું એવા સમયે આપવામાં આવ્યું છે, જ્યારે સંસદનું ચોમાસું સુત્ર શરૂ થયું છે. ત્યારે હવે એ જાણવું જરૂરી છે કે આખરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. જો કોઈ કારણથી રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય છે તો એવામાં ઉપરાષ્ટ્રપતિ જ તેમની જવાબદારી પણ સંભાળી લે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદ ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરે છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. તેમની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની તમામ યોગ્યતાઓને પૂર્ણ કરવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા ઉમેદવારને 15,000 રૂપિયા પણ જમા કરાવવા પડે છે. આ જમા રકમની જેમ હોય છે. ચૂંટણી હારવા પર અથવા 1/6 મત ના મળવા પર આ રકમ જમા થઈ જાય છે.