અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયનો કીવ પર ડ્રોન-મિસાઈલ હુમલો, 2ના મોત, 10 ઘાયલ, અનેક ઈમારતોને નુકસાન
September 08, 2026
અમેરિકી શાંતિદૂતોની મુલાકાત બાદ રશિયાએ મંગળવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. થોડા સમયના વિરામ બાદ ફરી શરૂ થયેલા આ હવાઈ હુમલામાં 2 લોકોનાં મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આગ લાગી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
કિવના મેયર વિટાલી ક્લિટશ્કોએ જણાવ્યું હતું કે એક જિલ્લામાં કાટમાળ પડતાં 5 માળની એપાર્ટમેન્ટ ઈમારત અને 3 માળના રહેણાંક બ્લોકમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં ઓછી 14 ઊંચી ઈમારતો ઉપરાંત એક છાત્રાલય, શાળા, ક્લિનિક, વેરહાઉસ અને અન્ય સ્થળોને નુકસાન થયું હતું.
હુમલાની સૌથી વધુ અસર રહેણાંક વિસ્તારોમાં થઈ હતી. અમેરિકી શાંતિદૂત જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ રવિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે બેઠક કર્યા બાદ કિવથી રવાના થયા હતા. તેમની મુલાકાત માટે થોડા સમયની રાહત બાદ રશિયાએ ફરી હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેનમાં ચાલી રહેલા રશિયાના 4.5 વર્ષના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ વધાર્યું છે. કુશનર અને વિટકોફ મોસ્કોમાં થયેલી વાટાઘાટો બાદ યુક્રેન પહોંચ્યા હતા. ત્યારબાદ ક્રેમલિને ત્રિપક્ષીય વાટાઘાટો ફરી શરૂ કરવાની શક્યતાને નકારી ન હોવાનું જણાવ્યું હતું.
Related Articles
મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી ઉતરી જતા 5નાં મોત, તપાસકર્તાઓએ બ્લેક બોક્સ રિકવર કર્યા
મિયામીમાં એમેઝોન કાર્ગો વિમાન રનવે પરથી...
Sep 08, 2026
કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધમકી આપતાં તણાવ, સાઉદીના શહેરોમાં હુથીઓનો હુમલો, 73 ઘાયલ
કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધ...
Sep 08, 2026
ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, 178 વિમાનોની હવાઈ યોગ્યતા તપાસાશે
ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્...
Sep 08, 2026
પેરિસમાં BAPSના 100 લોકોના આગમન સમયે મહિલા કર્મચારીઓની હકાલપટ્ટી, એફિલ ટાવર બંધ રખાયો
પેરિસમાં BAPSના 100 લોકોના આગમન સમયે મહિ...
Sep 08, 2026
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે ત...
Sep 06, 2026
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષ પર ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં હોબાળો!
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈ...
Sep 05, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026