Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ઘૂસણખોરોને શોધવા અમેરિકાના ગુરુદ્વારાઓમાં પણ સર્ચ ઓપરેશન, શીખ સંગઠનોમાં ભારે નારાજગી

January 27, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને દેશનિકાલ કરી દીધા છે. હવે ટ્રમ્પ અધિકારીઓ પણ ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની શોધમાં ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સ(DHS)ના સુરક્ષા અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. કેટલાક શીખ સંગઠનોએ આની આકરી ટીકા પણ કરી હતી. શીખ સંગઠનોએ આવી કાર્યવાહીને તેમની આસ્થાની પવિત્રતા માટે ખતરો ગણાવી છે. શીખ અલગતાવાદીઓ તેમજ કેટલાક બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ કરતાં હોવાનું માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકો પછી, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીના કાર્યકારી સેક્રેટરી ઑફ સ્ટેટ બેન્જામિન હફમેને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) અને કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન(CBP)ને એક નિર્દેશ જારી કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રે કહેવાતા સંવેદનશીલ વિસ્તારોમાં અથવા તેની નજીકના કાયદાના અમલીકરણમાં અવરોધ ઊભો કરતી માર્ગદર્શિકાઓને રદ કરી. જેમાં ગુરુદ્વારા અને ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે(SALDF) ઇમિગ્રેશન અમલીકરણ ક્રિયાઓ પરના નિયંત્રણોના સંબંધમાં પૂજાના સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારને નિયુક્ત કરતા અગાઉની માર્ગદર્શિકાને રદ કરવાના નિર્દેશ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. SALDF એ જણાવ્યું હતું કે, 'નીતિમાં આ મુશ્કેલીજનક ફેરફાર સમુદાયના અહેવાલોને અનુસરે છે કે DHS અધિકારીઓએ નિર્દેશ જારી કર્યાના થોડા દિવસો પછી જ ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વિસ્તારોમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. SALDEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું, 'અમે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા હટાવવાના અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના ગૃહ મંત્રાલયના નિર્ણયથી ખૂબ જ ચિંતિત છીએ.'