સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઈલ 110$ ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે
May 20, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ એક વાર યુદ્ધ ભડકવાની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં મોટાપાયે ઇંધણના સંકટની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ત્યારે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી અનેક દેશોની અર્થવ્યવસ્થા સામે પણ મોટા પડકારો ઊભા થઇ રહ્યા છે. જેના લીધે કરન્સીની વેલ્યૂ ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે. આ સૌની વચ્ચે આજે શેરબજાર ખુલતાં જ તેમાં કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો બોલાયો હતો જ્યારે ડૉલર સામે રૂપિયાએ નવી બોટમ બનાવી છે.
આજે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સમાં 671 પોઇન્ટનો કુલ કડાકો બોલાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે આજે 23397.30 ના લેવલ સુધી તૂટ્યો હતો. આજે નિફ્ટીમાં કુલ 221 પોઇન્ટ જેટલો કડાકો બોલાયો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં બંનેમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ હાલમાં 74972 તો નિફ્ટી હાલમાં 23556ના લેવલે ટ્રેડ થઇ રહ્યા છે.
જો સોના-ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં કુલ 3269 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનામાં 1121 રૂપિયા ઘટાડો નોંધાયો હતો. બંને કિંમતી ધાતુઓ હાલમાં સાઈડ વેમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં 160000ની સપાટીથી નીચે છે. જ્યારે ચાંદી 270000ની આસપાસ ટ્રેડ થઇ રહી છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ઉછાળાની સ્થિતિ યથાવત્ દેખાઈ રહી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઈલ 110$ ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે. તેમાં ઘટાડાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રમ્પની ઈરાન પર હુમલાઓની ધમકીઓ વચ્ચે હજુ પણ ક્રૂડ ઓઈલમાં મોટા ઉછાળો આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
Related Articles
સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે
સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ...
May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુન...
May 18, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદી...
May 14, 2026
સેન્સેક્સમાં 1,456 પોઇન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઇલ 105 ડૉલરને પાર
સેન્સેક્સમાં 1,456 પોઇન્ટનો કડાકો, રૂપિય...
May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને...
May 13, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોર...
May 11, 2026
Trending NEWS
19 May, 2026
19 May, 2026
18 May, 2026