શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
May 11, 2026
ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અત્યંત ખરાબ સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ઈન્ડેક્સ ગત બંધની સરખામણીએ 944 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ શરૂઆતની મિનિટોમાં જ 275 પોઈન્ટ નીચે સરકી ગયો હતો.
માર્કેટ ખુલતાની સાથે જ ગભરાટ ફેલાયો
સેન્સેક્સ તેના પાછલા બંધ 77,328 ની સામે 76,638 ના સ્તરે ઓપન થયો હતો અને માત્ર 5 મિનિટના ટ્રેડિંગમાં જ તે ઘટીને 76,363 પર આવી ગયો હતો. નિફ્ટીની હાલત પણ આવી જ રહી હતી, જે 24,176 થી તૂટીને 23,895 ના લેવલ પર પહોંચી ગયો હતો.
બજારમાં કડાકા પાછળના મુખ્ય કારણો
PM મોદીની અપીલ: વડાપ્રધાને દેશવાસીઓને સોનું ન ખરીદવા અને ઈંધણની બચત કરવાની અપીલ કરી છે. પાડોશી દેશોમાં ચાલતા યુદ્ધની ભારત પર થતી અસર અંગેના તેમના નિવેદને બજારમાં ચિંતા જગાવી છે.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા વિલંબમાં પડતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 3% નો ઉછાળો આવ્યો છે.
મોંઘવારીનો ડર: ગ્લોબલ ટેન્શન વધવાને કારણે મોંઘવારી વધવાની શક્યતાએ રોકાણકારોનો ઉત્સાહ ઘટાડ્યો છે.
કયા શેરોમાં ગાબડું પડ્યું?
બજારમાં ચારેબાજુ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. ટાઈટન (6.50%), ઈન્ડિગો (4%), અને SBI (3.50%) ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત TCS, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ICICI બેંક જેવા દિગ્ગજ શેરો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ, મુથૂટ ફાઈનાન્સ અને પેટીએમ જેવા શેરોમાં પણ 1.5% થી 3.4% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026