Breaking News :
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાકોર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, વાવણીમાં વિલંબની આશંકા કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી ચાલુ કરતી વખતે વિસ્ફોટ, 54 કર્મચારીઓ ઘાયલ, 18 લાપતા અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ન્યૂક્લિયર ડીલ કરવા સંમતિ

ન્યૂયોર્ક ટાઇમ્સના 67 સૌથી સ્ટાઈલિશ લોકોમાં શાહરૂખ ખાન સામેલ, યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર

December 10, 2025

'કિંગ ઓફ રોમાન્સ' તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન 60 વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. આ જ જાદુના કારણે હવે શાહરૂખ ખાનનું નામ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી સ્ટાઈલિશ લોકોની યાદીમાં સામેલ થયું છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર શાહરૂખ એકમાત્ર ભારતીય સ્ટાર છે. આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં શાહરૂખ ખાનનો શાનદાર લુક અને સ્ટાઈલ જોવા  મળી હતી, જેના કારણે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેને સ્થાન મળ્યું છે. મેટ ગાલામાં શાહરૂખે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો, જેને જાણીતા સેલિબ્રિટી ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરાયો હતો. આ દરમિયાન શાહરૂખે ગળામાં સુપર્બ લુક ધરાવતા K અક્ષરવાળું ક્રિસ્ટલ લોકેટ પહેર્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. K લોકેટે તેમના આખા લુકને રોયલ ટચ આપ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સની 2025ની યાદીમાં શાહરૂખ ખાનના નામ સાથે એક ખાસ નોંધ પણ લખવામાં આવી છે. આ નોંધમાં લખાયું છે કે, ‘પોતાના ચાહકો વચ્ચે એસઆરકેના નામથી ઓળખાતા, બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અને દુનિયાના સૌથી મોટા એક્ટર્સમાંથી એક...’ યાદીમાં મનોરંજન ઉપરાંત રમતગમત, રાજકારણ અને બિઝનેસ સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોનો સમાવેશ થાય છે. અન્ય આંતરરાષ્ટ્રીય નામોમાં બરીના કારપેટર, જેનિફર લોરેન્સ, મેલાનિયા ટ્રમ્પ અને અન્ય સ્ટાર્સનો સમાવેશ થાય છે. જોકે આખી યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર શાહરુખ નામનું નામ સામેલ છે.