1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન, હવે ફરી ગાઝાના લોકોને અરબ દેશોમાં ટ્રાન્સફર કરવા માંગે છે ટ્રમ્પ
January 28, 2025
1948માં ઈઝરાયલની સ્થાપના બાદ લગભગ 60 લાખ પેલેસ્ટિનિયનો પલાયન કરી ગયા હતા. તે સમયે ઘણા લોકો જોર્ડન, સીરિયા અને લેબનોન જેવા પડોશી અરબ દેશોમાં આશ્રય લેવા ગયા હતા. ઘણા લોકો હજુ પણ શરણાર્થી કેમ્પમાં જ રહી રહ્યા છે. આ દુ:ખદ ઈતિહાસને જોતાં ગાઝાના લોકો કોઈપણ પ્રકારના નવા પલાયનથી ભયભીત છે, જે તેમને ફરીથી કાયમ માટે બેઘર કરી શકે છે. 1967ના મિડલ ઈસ્ટના યુદ્ધમાં જ્યારે ઈઝરાયલે વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો ત્યારે 3 લાખથી વધુ પેલેસ્ટિનિયનો ફરીથી પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. ગાઝા છોડીને અરબ દેશોમાં ગયેલા લોકોની સંખ્યા 60 લાખ છે, જેમાંથી મોટાભાગના લોકો વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડનમાં કેમ્પ અને સમુદાયોમાં રહે છે. આ વખતે ગાઝામાં ઈઝરાયે હુમલામાં મોટાભાગના શહેરી વિસ્તારોને નષ્ટ કરી દીધા. પેલેસ્ટિનિયન અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે, હવે ગાઝામાં સુરક્ષિત સ્થળો નહીવત્ પ્રમાણમાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા આ સંકટ વધુ ઘેરુ બન્યું છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝામાં 47,000થી વધુ પેલેસ્ટિનિયનોનો જીવ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે ગાઝાના 2.3 મિલિયન લોકોમાંથી 85% લોકો પહેલાથી જ પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
Related Articles
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026