સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
April 13, 2026
દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડ' ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં અનેક બૉલીવુડ અને રાજકીય હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી.
ગાયિકા આશા ભોસલે તેમની અંતિમ સફર પર નીકળ્યા છે, ફૂલોથી સજાવેલા મોક્ષ રથમાં તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં તેમના ચાહકો અને બૉલીવુડ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા છે.
તેમની અંતિમ યાત્રા માટે 'મોક્ષ રથ' સજાવવામાં આવ્યો છે. આશા તાઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આશા ભોસલેએ તેમની 82 વર્ષના સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા. તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Related Articles
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂ...
Aug 22, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026