દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ
October 20, 2025
આજે સમગ્ર દેશની સાથે ભારતીય શેરબજાર પણ દિવાળીના જશ્નમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. બજારમાં રોકાણકારો માટે શાનદાર માહોલ બન્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે 25900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 680 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે.
આજે બજારમાં ચારેબાજુ ખરીદીનો માહોલ છે. BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર 5 શેરોમાં જ ઘટાડો છે, જ્યારે બાકીના તમામ શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ 2.83%નો ઉછાળો જોવા મળ્યો છે અને તે 1457 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ જેવા દિગ્ગજ શેરોમાં પણ લગભગ ૨%ની તેજી છે. જોકે, ICICI બેન્કના શેરમાં લગભગ ૨%નો ઘટાડો નોંધાયો છે.
સેક્ટરની વાત કરીએ તો, આજે મેટલ સેક્ટરને બાદ કરતાં FMCG, ઓટો, આઈટી, મીડિયા, PSU બેન્ક, પ્રાઇવેટ બેન્ક અને ફાઇનાન્શિયલ જેવા તમામ સેક્ટરમાં લગભગ 1% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આજના બજારના હીરો બેન્કિંગ શેરો રહ્યા છે. ડીસીબી બેન્કના શેરમાં 11%નો જોરદાર ઉછાળો આવ્યો છે, જ્યારે સાઉથ ઇન્ડિયા બેન્કના શેરમાં 10% અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરમાં 7%ની તેજી જોવા મળી છે. આ ઉપરાંત, જિયો ફાઇનાન્શિયલ બેન્ક, અદાણી પાવર અને કેનેરા બેન્કના શેરોમાં પણ રોકાણકારોએ સારી ખરીદી કરી છે. કુલ મળીને, દિવાળીના દિવસે બેન્કિંગ સ્ટોક્સે રોકાણકારોને ખુશ કરી દીધા છે.
Related Articles
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026