નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
October 15, 2026
ન્યુનતમ અને મહત્તમ ઉષ્ણતામાનમાં 13થી 14 ડિગ્રીના ફરકથી ગુજરાતમાં મિશ્ર વાતાવરણ વચ્ચે ચાલુ સપ્તાહના અંતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તેમજ નવસારી, વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે. ભુજ, ડીસા, સુરેન્દ્રનગરમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી નોંધાયું છે.
દેશના બાકી ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં મહત્તમ અને ન્યુનતમ ઉષ્ણતામાન આંકમાં 13થી 14 ડિગ્રીના ફરક વચ્ચે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સુકા હવામાન વચ્ચે ચાલુ સપ્તાહના અંતે એટલે કે 19ના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ-દાદરા નગરહવેલી વિસ્તારોમાં છટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે. જો કે, નવરાત્રીમાં વિક્ષેપ ચાર જિલ્લાના વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે અને તાપમાનની દ્રષ્ટિએ વાતાવરણ મિશ્ર રહી શકે છે.v
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026