'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટનો આદેશ
August 25, 2025
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ ઈન્ફ્લુએન્સર્સ પર ગમે-તેની મજાક કરવા બદલ આકરૂ વલણ લેતાં નોંધ લીધી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સનો ઉપયોગ કરી કમાણી કરતાં ઈન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ વાણી સ્વાતંત્ર્યની કેટેગરીમાં આવતુ નથી. તેની ગણના કોમર્શિયલ સ્પીચમાં થશે. સુપ્રીમ કોર્ટે સમય રૈનાના શોમાં દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટીપ્પણી બદલ પાંચ સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બાળકોના માતા-પિતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા SMA ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની તરફેણમાં આ આદેશ કર્યા હતા. સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ, પરમારજીત સિંહ ઘઈ, નિશાંત જગદીશ તંવર અને સોનાલી આદિત્ય દેસાઈ વિરૂદ્ધ દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટીપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો હતો. સુપ્રીમ કોર્ટે આ તમામ કોમેડિયન્સને પોતાની યુટ્યુબ અને પોડકાસ્ટ ચેનલ પર દિવ્યાંગજનોને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. તેમજ આગળ જતાં દિવ્યાંગજનો પર આ પ્રકારના ઉપહાસ ન થાય તેની ખાતરી સુનિશ્ચિત કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આગામી સુનાવણીમાં આ કોમેડિયન પર દંડ લાદવા મુદ્દે નિર્ણય લેવાનું પણ જણાવ્યું છે. જસ્ટિસ કાંતે ઈન્ફ્લુએન્સર્સને કહ્યું હતું કે, 'પસ્તાવા કરતાં ગુનો મોટો છે. તેમાં તિરસ્કારની ભાવના રહેલી છે. જેથી તેમને દંડ પણ ફટકારવામાં આવશે. પહેલાં તમારા પોડકાસ્ટ અને ચેનલ્સ પર જઈને માફી માગો બાદમાં અમને જણાવો કે તમે કેટલો દંડ ચૂકવી શકો છો.' ઉલ્લેખનીય છે, તમામ પાંચ ઈન્ફ્લુએન્સર્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આ પ્રકારની અસંવેદનશીલ મજાક ન થાય તેનું ધ્યાન રાખતાં માહિતી વિભાગને સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાતી ભાષા મુદ્દે સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવા આદેશ આપ્યો છે. આ ગાઈડલાઈન્સ કોઈ એક ઘટના પર આધારિત ન હોય. તેમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વ્યાપક મુદ્દાઓને આવરી લેવામાં આવે. દિવ્યાંગજનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠો પર અસંવેદનશીલ મજાક કરવા પર અંકુશ લાદવા સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ ઘડવા આદેશ કર્યો છે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026