સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર!
May 31, 2026
ગાઝિયાબાદ : ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં 17 વર્ષીય સૂર્યપ્રતાપ ચૌહાણની હત્યાના મામલામાં પોલીસે મોટું પગલું ભર્યું છે. શનિવારે મોડી રાત્રે પોલીસ સાથેની અથડામણમાં હત્યાનો મુખ્ય આરોપી અસદ માર્યો ગયો છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.
28 મેના રોજ બકરી ઈદના દિવસે સૂર્યપ્રતાપ ચૌહાણ પર અસદ અને તેના સાથીઓએ ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સૂર્યપ્રતાપનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ખોડા વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવાર તેમજ વિવિધ સંગઠનોએ આરોપીઓની ધરપકડ અને એન્કાઉન્ટરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પોલીસને બાતમી મળી હતી કે અસદ નાણાં એકઠા કરી વિસ્તાર છોડીને ભાગવાની તૈયારીમાં છે. ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે, પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ્સ મૂકી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અસદ તેના એક સાથી સાથે મોટરસાયકલ પર આવતા જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તેણે ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કર્યું હતું. અસદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને 'બ્રૉટ ડેડ' જાહેર કર્યો હતો. અસદ પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અને મૃતક મિત્રો હતા અને મોટરસાયકલ ચલાવવા બાબતે થયેલા સામાન્ય વિવાદે હત્યાનું સ્વરૂપ લીધું હતું. પીડિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે સૂર્યાને બકરીઈદના દિવસે ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026