પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ
May 29, 2026
પૂણે - મહારાષ્ટ્રના પૂણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરુણ મોત થયા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે.
આ ભયાનક લઠ્ઠાકાંડમાં પૂણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતાં જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.
મહારાષ્ટ્રના પૂણે અને પિંપરી-ચિંચવાડમાં ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે 13 લોકોના સત્તાવાર મોત(જ્યારે 18 શંકાસ્પદ મોત) થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને શહેરના પોલીસ કમિશનરોને આ મામલે સહેજ પણ નરમાશ રાખ્યા વિના કડક ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ ઘટનાને સામાન્ય અકસ્માત કે બેદરકારી નહીં પરંતુ હત્યા ગણીને આરોપીઓ સામે કડક કાનૂની કલમો લગાવવામાં આવશે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026