તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો
May 25, 2025

પટણા : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. કારણ કે ગઈકાલે તેમણે પોતાના અંગત જીવન અંગે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આ સાથે તેને પરિવારમાંથી પણ હાંકી કઢાયો છે.
હાલમાં જ તેજપ્રતાપ યાદવે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેણે ફેસબુક એકાઉન્ટ પર અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘અમે 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ.’ જો કે, બાદમાં તેણે દાવો કર્યો હતો કે, મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું.
લાલુ યાદવે કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ પ્રમાણે નથી. આ કારણસર હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી તેમની પક્ષ અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.'
Related Articles
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરક...
Jul 02, 2025
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી,...
Jul 02, 2025
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્...
Jul 02, 2025
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ...
Jul 02, 2025
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલ...
Jul 02, 2025
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી ર...
Jul 02, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025