ઈથિયોપિયામાં ફાટેલો જ્વાળામુખી ગુજરાત માટે ખતરો? ખેડૂતો માટે નવું ટેન્શન, એસિડનો થઈ શકે વરસાદ
November 26, 2025
ભારતથી લગભગ 4500 કિલોમીટર દૂર ઈથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉડેલી રાખ અનેક દેશની સરહદો પાર કરીને ભારતમાં પણ ફેલાઈ ચૂકી છે. જેની ચર્ચા ઉત્તર ભારતના હિન્દી બેલ્ટ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે. આ જ્વાળામુખીની ચર્ચા કઈ એટલી થઈ રહી છે કે જ્વાળામુખીની રાખ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતી જોવા મળી. આપણે પુસ્તકોમાં વાંચ્યુ છેકે જ્વાળામુકી ફાટકા રાખ ઉડીને આસપાસના શહેરો સુધી પહોંચી જાય છે. આ વખતે આ રાખ ઉડી અને ભારત પહોંચી તો આપણને આ રાખથી કેટલું જોખમ છે એ પણ જાણો.
ઈથિયોપિયાના જ્વાળામુખીથી ઉઠેલી રાખ હજારો ફૂટ ઊંચાઈ સ્પર્શતા લગભગ અડધા ભારતમાં પહોંચી ગઈ છે. આવામાં આપણે પણ સાવધાની વર્તવાની જરૂર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એક દુર્લભ કુદરતી ઘટના છે અને તેની અસર આસપાસના વિસ્તારોના હવામાન અને વાયુ ગુણવત્તાઓ ઉપર પણ પડી શકે છે. જ્યારે ડોક્ટરોએ પણ તેના જોખમ વિશે જણાવ્યું છે. ઈથિયોપિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીમાં વિસ્ફોટની સાથે મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ(SO₂) પણ નીકળ્યું. જેણે સમગ્ર ઈકો સિસ્ટમ એટલે કે પર્યાવરણ અને હેલ્થ પર પડનારી અસરો વિશે ચિંતા વધારી છે.
રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીની રાખ 120 કિલોમીટરની સ્પીડથી ભારત તરફ આગળ વધી. જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉઠનારી રાખમાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઈડ (SO₂) અને કાંચ કે પથ્થરના કેટલાક નાના કણો હોય છે. જે માનવ શરીરના ફેફસા, નર્વસ સિસ્ટમ સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે ઘાતક હોઈ શકે છે.
જો જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ લાવાની સાથે સલ્ફર ડાયોક્સાઈડ એટલે કે (SO₂) નું પણ વધુ ઉત્સર્જન થયું તો તેનાથી સંકેત મળે છે કે વોલ્કેનોની અંદર દબાણ વધી રહ્યું છે આથી આગળ તેમાં હજુ વધુ વિસ્ફોટ થઈ શકે છે. જેનાથી તેની રાખ ફરીથી ઉડીને અન્ય દેશો સુધી પહોંચી શકે છે.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026