સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી
August 26, 2025
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટ સુનાવણી પૂર્ણ થયા બાદ પણ ચુકાદો આપવામાં વધુ સમય લેતી હોવાનો આક્ષેપ કરતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને ફિટકાર લગાવી હતી કે, આ પરિસ્થિતિ 'ન્યાયિક પ્રક્રિયામાં અરજદારોનો વિશ્વાસ' ખતમ કરે છે. જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પુનરોચ્ચાર કર્યો હતો કે, જો ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાની અંદર આપવામાં ન આવે, તો રજિસ્ટ્રાર જનરલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કેસ રજૂ કરવો જોઈએ, જે સંબંધિત બેન્ચને બે અઠવાડિયામાં પોતાનો નિર્ણય સંભળાવવાનું કહેશે. તેમ છતાં પણ આદેશ પસાર ન થાય, તો ચીફ જસ્ટિસ આ મામલો બીજી બેન્ચને સોંપશે. વધુમાં ઉમેર્યું હતું કે, પ્રત્યેક હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે નિશ્ચિત સમયગાળામાં ચુકાદો આપવામાં ન આવેલા કેસોની યાદી ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવી પડશે. તેમજ દર ત્રણ મહિને આ કામગીરી હાથ ધરવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે વારંવાર આ પ્રકારના કેસોનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટમાં કેટલાક કેસોની તમામ સુનાવણી પૂરી થયાને ત્રણ મહિનાથી વધુ સમય થયો હોય અને કેટલાક કિસ્સાઓમાં છ મહિનાથી વધુ અથવા તો વર્ષોથી પણ વધુ સમય થયો હોય તો પણ ચુકાદા માટે કેસ પેન્ડિંગ રાખવામાં આવે છે. મોટાભાગની હાઇકોર્ટમાં એવી કોઈ વ્યવસ્થાનો અભાવ છે કે, ચુકાદો આપવામાં થઈ રહેલા વિલંબની ચિંતા સંબંધિત બેન્ચ કે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરી શકે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયામાંથી અરજદારોનો વિશ્વાસ ઉઠી જાય છે અને ન્યાયના ઉદ્દેશ્યો પર અસર પડે છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં 2008થી પેન્ડિંગ ફોજદારી અપીલ સંબંધિત સ્પેશિયલ લીવ પિટિશન(SLP)નો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે તેને 'અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક' ગણાવ્યું કે અપીલની સુનાવણીની તારીખથી લગભગ એક વર્ષ સુધી ચુકાદો આપવામાં આવ્યો ન હતો. અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના અહેવાલ દ્વારા આ વિલંબની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં નોંધવામાં આવ્યું હતું કે વિવિધ બેન્ચ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફોજદારી અપીલ પર કોઈ ચુકાદો આવ્યો નથી.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026