પત્નીને દર મહિને 50000 રૂ. ભરણપોષણ, 17 વર્ષ જૂના છૂટાછેડાના વિવાદમાં 'સુપ્રીમ' ચુકાદો
June 09, 2025
છૂટાછેડાના કેસમાં મહિલાઓના ભરણપોષણને લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને દર મહિને 50000 રૂપિયાનું ભરણપોષણ આપશે, એટલુ જ નહીં આ ભરણપોષણમાં દર બે વર્ષે પાંચ ટકાનો વધારો પણ કરવો પડશે. પતિના બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીના પુત્રને પિતાની સંપત્તિમાં અધિકાર હોવાની સ્પષ્ટતા પણ સુપ્રીમે કરી હતી. અગાઉ આ જ મામલામાં કલકત્તા હાઇકોર્ટ દ્વારા ભરણપોષણની રકમ પ્રતિ માસ 20000 રૂપિયા નક્કી કરી હતી, જોકે તેનાથી પત્નીને સંતોષ નહોતો થયો અને તેણે હાઇકોર્ટના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કાયમી ભરણપોષણની રકમ પ્રતિ માસ 50000 રૂપિયા કરી આપી હતી. સાથે જ કહ્યું હતું કે આ કેસમાં પત્ની છૂટાછેડા બાદ અપરણિત અને સ્વતંત્ર રહે છે. તે લગ્ન દરમિયાન જે પ્રકારનું જીવન જીવી રહી હતી તે જ પ્રકારનું જીવન છૂટાછેડા બાદ પણ તેને જીવવાનો અધિકાર છે. પતિની આવકમાં સમય સાથે વધારો થયો છે, છૂટાછેડાનો આ મામલો 17 વર્ષથી ચાલી રહ્યો હતો. 1997 માં બન્નેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, 1998માં બન્ને વચ્ચે એક પુત્રનો જન્મ થયો હતો, 10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2008માં પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરવામાં આવી, પત્નીએ પણ ભરણપોષણ માટે અલગથી કેસ દાખલ કર્યો. વર્ષ 2010માં સ્થાનિક કોર્ટે પત્નીને મહિને 8000 રૂપિયાનું ભરણપોષણ આપવા પતિને આદેશ કર્યો, બાદમાં 2014માં પત્નીને આઠ હજારની સાથે પુત્રને 6000 રૂપિયાનું ભરણપોષણ આપવા કહ્યું. સ્થાનિક કોર્ટના આદેશની અસંતુષ્ટ પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી, કલકત્તા હાઇકોર્ટે 2015માં ભરણપોષણની રકમ વધારીને 15 હજાર કરી આપી. બાદમાં 2016 માં પતિ દ્વારા દાખલ છૂટાછેડાની અરજી રદ કરી દીધી સાથે જ ભરણપોષણ વધારીને 20 હજાર કર્યું, 2019માં હાઇકોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી, પત્નીએ સુપ્રીમમાં અપીલ કરી હતી, સુપ્રીમે વચગાળાના આદેશમાં 75000નું ભરણપોષણ નક્કી કર્યું હતું જ્યારે અંતિમ આદેશમાં તેને 50000 કરી નાખ્યુ સાથે જ દર બે વર્ષે પાંચ ટકાનો તેમાં વધારો કરવા આદેશ આપ્યો હતો.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026