કેનેડાના PM બનવાની રેસમાં બે ભારતીય મૂળના નેતા: અનિતા આનંદ બાદ જ્યોર્જ ચહલનું નામ પણ ચર્ચામાં
January 07, 2025

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ આગામી વડાપ્રધાન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડાપ્રધાન પદની રેસમાં કેનેડા મૂળના નેતાઓ સાથે બે ભારતવંશી પણ સામેલ છે. જેમાં પ્રથમ નામ ટ્રુડો મંત્રી મંડળમાં સામેલ પૂર્વ રક્ષા મંત્રી અને વર્તમાન પરિવહન-આંતરિક વેપાર મંત્રી અનિતા આનંદ છે. બીજું નામ ભારતીય મૂળ લિબરલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ચહલ છે. કેનેડા પીએમની રેસમાં સામેલ જ્યોર્જ ચહલને ઘણાં સાંસદોએ વચગાળાના નેતા બનાવવા ભલામણ કરી છે. જો તેમને વચગાળાના નેતા બનાવવામાં આવે તો તે પીએમ રેસમાંથી બહાર થઈ જશે. કેનેડાના નિયમો અનુસાર, વચગાળાના નેતા વડાપ્રધાન પદની ચૂંટણી લડી શકે નહીં. ચહલે ટ્રુડોને પીએમ પદ છોડવા અને પાર્ટી પાસે ફરી ચૂંટણી કરાવવા માગ કરી હતી. ચહલ કેનેડામાં વકીલ તરીકે પણ સેવા આપે છે. તેમણે કેલગરી સિટી કાઉન્સિલર રૂપે વિવિધ સમિતિઓમાં કામ કર્યું છે. તે નેચરલ સોર્સિસ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિખ કોક્સના અધ્યક્ષ પણ છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, પિયર પોલિવરે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ની જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. 2019થી કેનેડા રાજકારણમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે. કેનેડાના ભૂતપૂર્વ નાણાં મંત્રી અને નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ લાંબા સમયથી જસ્ટિન ટ્રુડોના સમર્થક છે. જોકે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા બાદ જસ્ટિસ ટ્રુડો સાથે નાણાકીય બાબતો અને ઘણી યોજનાઓને લઈને તેમના મતભેદ હોવાના અહેવાલો મળ્યા હતા. આ કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. ટ્રુડોના રાજીનામાની સ્થિતિમાં લિબરલ પાર્ટી તેમને પીએમ પદ માટે આગળ કરી શકે છે. લિબરલ સરકારમાં જ કેબિનેટ મંત્રી ડોમિનિક લેબ્લેન્ક એવા કેટલાક નેતાઓ પૈકી એક છે જે મુશ્કેલીઓમાં પણ પક્ષ સાથે ઉભા છે. આવી સ્થિતિમાં ટ્રુડોના સમર્થનમાં ઉભેલા લિબરલ પાર્ટીના નેતાઓ આગામી વડાપ્રધાન માટે લેબ્લેન્કને સમર્થન આપી શકે છે. લેબ્લેન્ક, એક વકીલ અને રાજકારણી, હાલમાં વર્તમાન સરકારમાં નાણા અને આંતરવિભાગીય મંત્રાલયનો હવાલો સંભાળે છે. ફ્રીલેન્ડના રાજીનામા બાદ તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા દાયકામાં ટ્રુડો સરકારમાં તેમને અનેક મંત્રી પદ સોંપવામાં આવ્યા છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

ફિલ્મોમાં ફલોપ વાણી કપૂર હવે ઓટીટીમાં નસીબ અજમાવશે
02 July, 2025

'હવે ફિલ્મ રિલીઝ પછી જ વાત કરીશ', હેરા-ફેરી 3માં પ...
02 July, 2025

શમીએ અલગ રહેતી પત્ની અને દીકરીને દર મહિને વળતર આપવ...
02 July, 2025

રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગાવીશું, અમ...
02 July, 2025

'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રેડ ડીલ મુદ્...
02 July, 2025

દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે...
02 July, 2025

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 90...
02 July, 2025

અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ...
02 July, 2025

કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હા...
02 July, 2025

હિમાચલ પ્રદેશમાં 'આફતોનું પૂર': અતિભારે વરસાદ બાદ...
02 July, 2025