ભારતીય પાઈલટના સન્માનમાં US એરફોર્સના પાઈલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો, આયોજકોને ખખડાવ્યાં
November 24, 2025
દુબઈમાં એર શૉ દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોને ખખડાવ્યાં છે. દુબઈ એર શૉ ભાગ લઈ રહેલા પાઈલટે કહ્યું કે, મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું કે, ક્રેશ થયાના થોડી જ વારમાં ત્યાં બધું નોર્મલ હતું. કોમેન્ટેટરનાં શબ્દોમાં પહેલા જેવો જ જોશ હતો અને લોકો એ જ ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના પછી શો ચાલુ રાખવાનો નિર્ણય ચોંકાવનારો હતો. અમેરિકન એરફોર્સના આ પાઈલટનું નામ મેજર ટેલર ફેમા હિએસ્ટર છે. F-16માં હવામાં કરતબ બતાવનાર અમેરિકન એરફોર્સના ટીમ કમાન્ડરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'ટીમે પાઈલટ નમાંશ, તેમના સાથીઓ અને તેના પરિવારના સન્માનમાં કેટલાક લોકો સાથે એર શોમાં પોતાનું અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.' ઘટના સ્થળનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે, 'જ્યારે તેમણે આગ બુઝાવી દીધી અને મને એર શૉના આયોજકે જણાવ્યું કે, ફ્લાઈંગ ડિસ્પ્લે ચાલુ રહેશે, ત્યારે મેં નક્કી કર્યું કે, અમે શૉ કેન્સલ કરી દઈશું. હું 1-2 કલાક પછી શૉ સાઈટ એવું વિચારીને કે, ત્યાં બધુ ખાલી થઈ ગયુ હશે અને લોકો જતા રહ્યા હશે, પરંતુ એવું નહોતું.' વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના મૃત્યુ બાદ પણ એર શૉ ચાલુ રાખવા બદલ આયોજકો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'દુબઈ એર શૉના છેલ્લા દિવસે ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તેજસ સાથે એક્રોબેટિક ડેમો કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યા અને તેમનું મોત થઈ ગયું. અમારી ટીમ પણ અમારા વિમાન સાથે તૈયારી કરી રહી હતી. અમારે અમારો શૉ કરવાનો હતો.' તેમણે આગળ કહ્યું કે, 'જોકે શૉના આયોજકોએ દુર્ઘટના પછી પણ ફ્લાઈંગ શેડ્યૂલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો, પરંતુ અમારી ટીમ ઉપરાંત કેટલાક અન્ય લોકોએ અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો, આ એ પાઈલટ, તેમના સાથી અને તેમના પરિવારના સન્માનમાં લેવામાં આવેલો નિર્ણય હતો.'
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026