વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે

May 14, 2025

મુંબઇ : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે.  હવે આ પ્રેમી યુગલ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાનું છે. છ વરસ પછી તેઓ એક ફિલ્મમાં ફરી સાથે કામ કરતા જોવા મળશે. આ એક પીરિયડ ડ્રામા પ્રોજેકટ છ ેજેનું દિગ્દર્શન સાંકૃત્યાયન કરવાનો છે. આ ફિલ્મને હાલ 'વીડી૧૪' કામચલાઉ શીર્ષક આપવામાં આવ્યું છે.  આ ફિલ્મનું  પ્રિ પ્રોડકશન વર્ક શરૂ થઇ ચુક્યુ છે. જોકે રશ્મિકા મંદાના હાલ પોતાની અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે નહીં.અગાઉ બંને 'ગીત ગોવિંદમ' નામની  ફિલ્મમાં સાથે દેખાયાં હતાં. આ ફિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી. તે પછી તેમની 'ડીઅર કોમરેડ' ફિલ્મ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. વિજય દેવરકોંડા એ રશ્મિકા  ડેટ કરી રહ્યા હોવાનો સ્વીકાર જાહેરમાં કરતા નથી.જોકે, સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન અને સાથે સાથે ટ્રીપ્સ દ્વારા તેમનાં સંબંધોના અનેક પુરાવા મળી ચૂક્યા છે.