મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા લોકોને ઊંઘ નહીં આવે: મોદી
May 02, 2025

8800 કરોડના ખર્ચે તૈયાર વિઝિંજમ પોર્ટ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ ઉદ્ધાટન સમયે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશિ થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.'
વધુમાં PMએ આદિ શંકરાચાર્ય વિશે વાત કરતાં કહ્યું કે, 'આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જ્યંતિ છે. ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં મને તેમની જન્મભૂમિમાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું. કેરળથી નીકળી દેશના ચારે ખૂણામાં મઠની સ્થાપના કરી આદિ શંકરાચાર્યે જ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. હું તેમને નમન કરું છું.'
વિઝિંજમ પોર્ટ આશરે રૂ. 8800 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા આગામી સમયમાં ત્રણ ગણી વધશે. તેને મોટા કાર્ગો જહાજને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. અત્યારસુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ પોર્ટ પરથી થતી હતી. જેના પરિણામરૂપે દેશને મોટું નુકસાન થતુ હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પહેલાં વિદેશોમાં ખર્ચાતું ધન હવે સ્થાનિક વિકાસમાં ઉપયોગમાં લેવાશે. જેનાથી વિઝિંજમ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકોનું સર્જન થશે.
Related Articles
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ભડક્યું ચીન, સાવચેતી રાખવા ચેતવણી
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલ...
Jul 04, 2025
હિમાચલમાં વરસાદી આફતમાં 63ના મોત, 400 કરોડનું નુકસાન
હિમાચલમાં વરસાદી આફતમાં 63ના મોત, 400 કર...
Jul 04, 2025
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્...
Jul 04, 2025
બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં દોષિત ઠર્યા, વિપક્ષે માગ્યું રાજીનામું
બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં...
Jul 04, 2025
ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું- મુસ્લિમ વિસ્તારમાં જઈને બતાવો
ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું-...
Jul 04, 2025
સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા: સેના ઉપપ્રમુખ
સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથ...
Jul 04, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

03 July, 2025

03 July, 2025

03 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025