Breaking News :
PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા! વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ ’જન ગણ મન રાષ્ટ્રગાન નથી, વંદે માતરમને બનાવો’ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પીએમ મોદીને માંગ કરી અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા

સુરતના ડુમસમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં પરમિટ વગર દારૂ પાર્ટી કરતાં 6 વેપારી પકડાયા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત

August 17, 2026

સુરતમાં 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ રોડના સાયલન્ટ ઝોન વિસ્તારમાં આવેલી રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં ચાલતી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ફ્લેટમાંથી 6 વેપારીઓને કોઈપણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. આ તમામ વેપારીઓ સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.

મોડી રાત્રે રાજહંસ બેલિઝાના B-ટાવરમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં કેટલાક ધનાઢ્ય લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં પહોંચતા જ સંગીતના તાલે વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે તમામને ઝડપી લીધા હતા. ફ્લેટની તલાશી દરમિયાન જમણી બાજુના રૂમમાં આવેલા ચાંકડા કબાટમાંથી છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલો પણ મળી આવી હતી.

પોલીસે દરોડા દરમિયાન 1,07,180 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 14 બોટલ કબજે કરી હતી. ઉપરાંત 4,00,000 રૂપિયાની કિંમતના 8 મોબાઈલ ફોન અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી 5,00,000 રૂપિયાની કિંમતની 1 કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ 10,07,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તમામ 6 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાર્યવાહીમાં ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા (ઉં.વ. 34, રહે. ઘોડદોડ રોડ) સહિત ગોપાલ ઓમપ્રકાશ રાઠી (ઉં.વ. 34, રહે. ઘોડદોડ રોડ), ધીરજ જગદીશભાઈ પાંપાળીયા (ઉં.વ. 27, રહે. ભટાર), આનંદ ભાગીરથ પાંપાળીયા (ઉં.વ. 30, રહે. ઉમરા), મુદસીર નાઝીર માંકડા (ઉં.વ. 34, રહે. અડાજણ પાટીયા, રાંદેર રોડ) અને ગગન સંતોષકુમાર ચાંડક (ઉં.વ. 24, રહે. ચોર્યાસી)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ 6 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતું.